1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં ગેન્ગરેપના બે આરોપીના તાંદલજામાં આવેલા મકાનો પર બુલડોઝર ફરશે
વડોદરામાં ગેન્ગરેપના બે આરોપીના તાંદલજામાં આવેલા મકાનો પર બુલડોઝર ફરશે

વડોદરામાં ગેન્ગરેપના બે આરોપીના તાંદલજામાં આવેલા મકાનો પર બુલડોઝર ફરશે

0
Social Share
  • VMCએ આરોપીના મકાનો ગેરકાયદે હોવાથી ફટકારી નેટિસ,
  • બન્ને આરોપીના મકાનો બંધ હોવાથી મકાન પર નોટિસ ચીપકાવાઈ,
  • 3 દિવસ બાદ મકાનો તોડી પડાશે

વડોદરાઃ શહેરમાં ભાયલીના ગેન્ગરેપની ઘટનામાં પોલીસે ભારે જહેમત ઉઠાવીને 5 શખસોને દબોચી લીધા છે. તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેમાટે પોલીસ પુરાવા એકઠા કરીને કેસને મજબુત કરી રહી છે. દરમિયાન મ્યુનિ,કોર્પોરેશન દ્વારા રેપ કેસના આરોપીઓના તાંદલજાના એકતાનગરમાં આવેલા મકાનો ગેરકાયદે હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુનિના બાંધકામ પરવાનગી વિભાગ દ્વારા તાંદલજા એકતા નગરમાં રહેતા મુખ્ય આરોપી મુન્ના બનજારા અને આફતાબ બનજારાના મકાન ગેરકાયદેસર હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. અને હાલ બન્ને મકાનોમાંથી આરોપીના પરિવારો ગાયબ હોવાથી મકાન બહાર નોટિસ લગાવવામાં આવી છે. જેની મુદત પૂર્ણ થતાં બન્ને મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવશે.

શહેરમાં બારે ચર્ચાસ્પદ ભાયલી ગેંગરેપની ઘટનામાં પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના અને શહેરના તાંદલજા એકતાનગર વસાહતમાં રહેતા મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારા તથા તાંદલજા રોયલ વુડામાં રહેતા શાહરુખ કિસ્મતઅલી બનજારાને ઝડપી પાડ્યા છે. ત્રણ પૈકી મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારાના એકતાનગર વસાહત ખાતેના મકાન ગેરકાયદે રીતે ઊભાં કરાયાં હોવાનું મ્યુનિને ધ્યાને આવ્યું છે. યુપીમાં યોગી સરકાર દ્વારા ગંભીર ગુના આચરતા આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહીના ભાગરૂપે તેમની મિલકતો પર બૂલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, તે રીતે જ વડોદરામાં પણ મ્યુનિ, એકતાનગર ખાતેના બંને આરોપીઓના ગેરકાયદે ઊભા કરાયેલાં મકાનો પર બૂલડોઝર ફેરવવાનું મન બનાવી ચૂકી છે. મ્યુનિ,કોર્પોરેશનના બાંધકામ પરવાનગી શાખાએ મુખ્ય આરોપી મુન્ના બનજારા અને આફતાબ બનજારાના મકાન પર નોટિસ ચોંટાડી છે. જેમાં મકાનનું બાંધકામ ગેરકાયદેસર હોવાથી તેને કેમ તોડવામાં ન આવે તે માટે નોટિસ આપી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જેમાં ત્રણ દિવસ બાદ મકાન પર બૂલડોઝર ફેરવાશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code