- રાજકોટમાં દશેરાએ સૌથી વધુ વાહનો વેચાયા,
- 3,003 લોકોએ ટુ વ્હીલરની ખરીદી કરી,
- 697 લોકોએ કારની ખરીદી કરી.
રાજકોટઃ શહેરની વસતીમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો ઘંઘા-રોજગાર માટે શહેરમાં આવીને વસવાટ કરી રહ્યા છે. એટલે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં એટલે કે નવરાત્રીના નવ દિવસ અને દશેરાના દિવસે એમ 10 દિવસમાં રાજકોટની આરટીઓ કચેરીમાં 4198 વાહનોનું રજિસ્ટ્રેશન થયુ છે. જેમાં સૌથી વધુ ટુ વ્હીલર એટલે કે, બાઈક અને સ્કુટરનું રજિસ્ટ્રેશન થયુ છે. 3,003 લોકોએ ટુ વ્હીલરની ખરીદી કરી છે. જ્યારે 697 લોકોએ કારની ખરીદી કરી હતી.
રાજકોટ આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ નવરાત્રિ દરમિયાન આરટીઓમાં નવા વાહનોની ખરીદી રજિસ્ટ્રેશન સારું એવું જોવા મળ્યું છે. જેમાં 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી એટલે કે, નવરાત્રિના નવ દિવસ અને દશેરા એમ મળી 10 દિવસમાં 4,198 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતુ. જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઉપરાંત ખેતીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર તો ગુડઝ કેરિયર, થ્રી વ્હીલર પેસેન્જર અને ગુડઝ વાહનોની સાથે એમ્બ્યુલેશન અને બસનું પણ રજિસ્ટ્રેશન થયું છે.
શહેરના ઓટો ડિલર્સની કહેવા મુજબ સામાન્ય દિવસો કરતા નવરાત્રિ અને દશેરાના પર્વમાં નવા વાહનોની ખરીદીમાં 7થી 10 ટકાનો ઉછાળો આવ્યો છે. કારણ કે, નવરાત્રિનો પર્વ જ શુભ ગણાય છે અને આ પર્વ દરમિયાન લોકો નવા વાહનોની ખરીદી ખૂબ જ શુભ માને છે. તેને કારણે જ રાજકોટ આરટીઓમાં આ વર્ષે નવરાત્રિ અને દશેરાના પર્વમાં નવા વાહનોનુ રજિસ્ટ્રેશન 4,000ને પાર પહોંચી ગયું છે.