- ખાનગી લકઝરી બસે ટ્રેકટરને મારી ટક્કર,
- અકસ્માતને લીધે ખાંભા ઉના રોડ પર ટ્રાફિકજામ સર્જાયો,
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમરેલીઃ જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ખાંભા-ઊના રોડ પર સર્જાયો હતો. ખાંભા નજીક લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી બસે ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેકટરમાં બેઠેલા 10 લોકમાંથી બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
અમરેલીના ખાંભા-ઊના રોડ પર ખાનગી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ખાંભા ઉના રોડ પર રાહાગાળા નજીક વહેલી સવારે ટ્રેક્ટરને ખાનગી લકઝરી બસે ટક્કર મારતાં આ અકસ્માતની ઘટના બની હતી. સુરતથી આવતી ખાનગી લક્ઝરી બસે ટ્રેક્ટરને ટક્કર મારતાં.ટ્રેક્ટરમાં બેઠેલા 10 લોકોમાંથી બે ને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતને લીધે ખાંભા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માત અને પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, લકઝરી બસે પાછળથી ટ્રેકટરને ટક્કર મારતા આ ઘટના બની હતી જેમાં ટ્રેકટર રોડની સાઈડમાં જઈને ઉંધુ વળી ગયું હતુ, ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે, બે ઈજાગ્રસ્તો ગંભીર હોવાની હોસ્પિટલ ખસેડાયા છે. ટ્રેકટરમાં જે લોકો બેઠા હતા તેમના નિવેદન પોલીસે લીધા છે અને બસ ચાલકનું પણ નિવેદન લેવામાં આવ્યું છે, બસનો મુખ્ય કાચ તૂટી ગયો હતો. જેના કારણે ડ્રાઈવરને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે રોડ સાંકડો હોવાથી વારંવાર અકસ્માતની ઘટના બને છે, નાના ગામડામાંથી ટ્રેકટર કે અન્ય કોઈ વાહન સામે આવતું હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.