શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દેશભરમાં રૂ. 6 હજાર કરોડના ફટાકડાનું વેચાણ થયું
બેંગ્લોરઃ તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જોકે, સંઘના પદાધિકારીઓએ કહ્યું કે, ‘શિવકાશીમાં આવેલા 100 વર્ષ જૂના આતશબાજી ઉદ્યોગના ઉત્પાદનમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. ફટાકડા બનાવવામાં બેરિયમ નાઈટ્રેટ અને એક ફ્યૂઝથી જોડાયેલા બે અલગ અલગ પ્રકારે સળગતા ફટાકડાના સમૂહ અંગે સર્વોચ્ચ અદાલતના પ્રતિબંધના કારણે ઉત્પાદન ઘટ્યું છે.
આ વર્ષે શિવકાશીમાં એક હજાર 150 આતશબાજી કારખાનામાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું ઉત્પાદન થયું હતું, જેને બનાવવામાં ચાર લાખ કર્મચારીઓ સામેલ હતા.
tags:
Aajna Samachar across the country Breaking News Gujarati come Crackers were sold From the crackers factory Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar In Sivakashi Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Rs. 6 thousand crores Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news