શ્રીલંકામાં સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છેઃ ચૂંટણી આયુક્ત જનરલ
નવી દિલ્હીઃ શ્રીલંકાના ચૂંટણી આયુક્ત જનરલ સમન શ્રી રત્નાયકે કહ્યું કે, ‘દેશમાં 14 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે.’ માધ્યમો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘ચૂંટણી અધિકારી યોગ્ય રીતે ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે કામ કરીરહ્યા છે.’ એક કરોડ સિત્તેર લાખ જેટલા મતદારો સરળતાથી મતદાનકરી શકશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. મતદાન માટે 13 હજાર 421 કેન્દ્ર બનાવાશે.
આ સામાન્ય ચૂંટણી વર્તમાન સંસદનો કાર્યકાળ પૂર્ણ થવાના અગિયાર મહિના પહેલા 14 નવેમ્બરે યોજાશે. રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકેએ આ વર્ષે જ સપ્ટેમ્બરમહિનામાં પદભાર સંભાળ્યાના થોડા દિવસ પછી 225 સભ્યની સંસદને ભંગ કરી દીધી હતી.
tags:
Aajna Samachar Breaking News Gujarati Election Commissioner General general elections Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar In Sri Lanka Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Preparations are underway Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news