ISRO: Spadex મિશન સાથે ભારતની અવકાશમાં મોટી છલાંગ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અવકાશ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇસરો અંતરિક્ષમાં બે ઉપગ્રહોને જોડવાનું કામ કરશે અને આ કામ એટલું પડકારજનક છે કે આમાં બંદૂકની ગોળી કરતાં દસ ગણી ઝડપે ફરતા બે ઉપગ્રહોને પહેલા રોકીને અવકાશયાન પર ડોક કરવામાં આવશે અને પછી બંનેને જોડવામાં આવશે અને પછી […]

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ, ખેડુતો બન્યા ચિંતિત

હવામાન વિભાગે 3 દિવસ માવઠાની કરી આગાહી પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વાહનચાલકો પરેશાન અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર ઉપર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળો ગોરંભાતા માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજથી ત્રણ […]

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ માટે 2 BHKના 13 માળના 920 ફ્લેટ્સ બનાવાશે

રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન ઘાટલોડિયામાં બનશે વાહનો માટે બે માળનું પાર્કિંગ પણ બનાવાશે બે-ચાર દિવસમાં ખાતમૂહુર્ત થશે અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માટે સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે ક્વાટર્સની અછત છે. અમદાવાદ સહિત મહાનગરોમાં પોલીસ કર્મચારીઓને ક્વાટર્સની અછતને લીધે ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ […]

NIPER-અમદાવાદ ખાતે 11મા દિક્ષાંત સમારોહનું આયોજન

અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER-અમદાવાદ) એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના નેજા હેઠળ ચાલતી રાષ્ટ્રીય મહત્વની સ્વાયત્ત સંસ્થા છે. સંસ્થા દ્વારા 27મી ડિસેમ્બર, 2024ના રોજ NIPER અમદાવાદના પ્રો. ડિરેક્ટર શૈલેન્દ્ર સરાફની અધ્યક્ષતામાં 11મો દિક્ષાંત સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ શ્રી […]

કેન-બેતવા લિંક પ્રોજેક્ટ બુંદેલખંડ પ્રદેશમાં સમૃદ્ધિ અને ખુશીના નવા દરવાજા ખોલશે: પીએમ

ભોપાલઃ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતીનાં પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ ભારત અને વિશ્વના ખ્રિસ્તી સમુદાયનાં લોકોને નાતાલની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં હજારો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના નવા માળખાગત પ્રોજેક્ટ્સના અમલીકરણની સાથે વિકાસલક્ષી […]

ગુજરાતના આ એરપોર્ટને દેશનું પ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર પ્રાપ્ત થયું

ગાંધીનગરઃ ભાવનગર એરપોર્ટ કે જેને મુસાફરોની સવલત(ટ્રાન્સપોર્ટેશન) સુવિધામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. ભૌગોલીક દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા ભાવનગર એરપોર્ટને દેશનું સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર ફાળવવામાં આવ્યું છે. નાફકો કંપનીનું દુબઈથી આયાત કરેલા આ ફાયર ફાયટર અંગેની ડેમો અને તેની વિગતવાર માહિતી એરપોર્ટના ડાયરેકટરે આપી હતી. દેશના સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર […]

ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત MOU થયા

ગાંઘીનગરઃ ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાર્ટનરશીપ ડે અન્વયે મૈત્રી કરારો માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટની મુખ્યમંત્રી અને શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નરે પરસ્પર આપ-લે કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત અને જાપાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોએ બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code