1. Home
  2. ગુજરાતી
  3. ભારતનું ચંદ્રયાન-2 આજે રાત્રે ચંદ્ર પરઃ પીએમ મોદી ઈસરો સેન્ટરમાં રહેશે હાજર
ભારતનું ચંદ્રયાન-2 આજે રાત્રે ચંદ્ર પરઃ પીએમ મોદી ઈસરો સેન્ટરમાં રહેશે હાજર

ભારતનું ચંદ્રયાન-2 આજે રાત્રે ચંદ્ર પરઃ પીએમ મોદી ઈસરો સેન્ટરમાં રહેશે હાજર

0
Social Share
  • ભારતના અંતરીક્ષ કાર્યક્રમ માટે ઐતિહાસિક દિવસ
  • લેન્ડિંગના બે કલાક બાદ રોવર પ્રજ્ઞાનનો ચંદ્રની સપાટી શરુ થશે સફર
  • 14 દિવસ સુધી વૈજ્ઞાનિક પરિક્ષણ કરશે
  • ચંદ્ર પર ભૂકંપની હલચનનું પરિક્ષણ કરશે

વિક્રમ લેન્ડર શનિવારે સવારે એક થી બે વાગ્યાના સમયગાળા વચ્ચે ચંદ્ર પર ઉતરવા માટે નીચે તરફ જવાનું શરૂ કરશે અને  પૃથ્વીના ઉપગ્રહના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં 1.30 થી 2.30 કલાકની વચ્ચે ઉતરશે

ચંદ્રયાન -2નું વિક્રમ લેન્ડર શનિવારની વહેલી સવારે ચંદ્ર સપાટી પર ઉતરવા માટે સક્ષમ છે. શુક્રવાર-શનિવાર વચ્ચેની રાતે દેશ અને વિશ્વના લોકો  આ ‘સોફ્ટ લેન્ડિંગ’ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.જો વિક્રમ લેન્ડરનું આ સોફ્ટ લેન્ડિંગ સફળ થશે, તો રશિયા, અમેરિકા અને ચીન પછી, આ પ્રકારની સિદ્ધિ મેળવનારો ભારત દેશ વિશ્વનો  ચોથો દેશ બનશે. આ સાથે સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ પણ બનશે જે દેશ માટે ગૌરવ લેવાની વાત છે..

વિક્રમ લેન્ડર શનિવારની વહેલી સવારે જ્યારે ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરુ કરશે ત્યારે ઈસરોમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે ત્યા હાજર રહેશે,તેમના સાથે 60 થી 70 સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ત્યા હાજર રહેશે,આ વિદ્યાર્થીઓએ આ પહેલા ક્વિઝ પ્રતિયોગિતામાં ભાગ લઈને વિદ્યાર્થોની પસંદગી કરવામાં આવી હતી.જે વિદ્યાર્થીઓ હવે લેન્ડિંગનું સીધપ પ્રસારણ જોવા માટે ઉપસ્થિત રહેશે.

દેશના 130 કરોડ લોકો જે ક્ષણની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા હતા તે ક્ષણ હવે આવી ચૂકી છે,અત્યારથી થોડોક કલાકો બાદ ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર ઉતરશે,ભારત અને સમગ્ર વિશ્વ ફરી એકવાર ભારતના અવકાશી વૈજ્ઞાનિકોના કૌશલ્ય અને સફળતાના સાક્ષી બનશે.

ચંદ્રપર ચંદ્રયાન-2ની ઉતરવાની તૈયારી

ઉલ્લેખનીય છે કે, બુધવારે ઇસરોનું બીજું ડી-ઓર્બિટલ ઓપરેશન સફળ થતાંની સાથે જ ભારતનો પહેલો ચંદ્ર લેન્ડર વિક્રમ S7મી સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. ભારતીય અવકાશ એજન્સી ઇસરોના જણાવ્યા મુજબ વિક્રમનું બીજું ડી-ઓર્બિટલ ઓપરેશન બુધવારે સવારે 3.42 વાગ્યે ઓનબોર્ડ ઓપરેશન સિસ્ટમનો ઉપયોગ કરીને શરૂ થયું અને નવ સેકન્ડમાં પૂર્ણ થયું હતું અને હવે તે માત્ર 9 સેકેન્ડમાં પુર્ણ થશે.

વિક્રમ લેન્ડરની કક્ષા 35(101)  કિલો મીટરની છે. ઇસરોએ કહ્યું કે, આ ઓપરેશન સાથે વિક્રમે ચંદ્રની સપાટી પર ઉતરવા માટે જરૂરી ઓર્બિટ મેળવી લીધી છે. ઇસરોના જણાવ્યા મુજબ, વિક્રમ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર 7 સપ્ટેમ્બરના રોજ સવારે 1:30 થી 2:30 વાગ્યાની વચ્ચે ઉતરશે.

વિક્રમના ચંદ્ર પર ઉતરતાની સાથે જ રોવર લેન્ડર તેનાથી જુદુ પડશે,અને રિસર્ચ શરુ કરશે,જેના માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે,ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-2 ઓર્બિટર પોતાની 96(125) કિલો મીટરની હાજર કક્ષામાં ચંદ્રની ચારે બાજુ પરિક્રમા કરી રહ્યું છે,અને બન્ને ઓર્બિટ ને લેન્ડર બરાબર રીતે કામ કરી રહ્યા છે, સોમવારના રોજ વિક્રમ ચંદ્રયાન-2 થી જુદુ થી ગયુ હતુ.

ભારતના કુલ 978 કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત, ચંદ્રયાન -૨ને ભારે રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોંચ જીએસએલવી-એમકે દ્વારા 22 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code