અમદાવાદમાં પ્રદુષણના સ્તરમાં વધારો, અનેક વિસ્તારમાં AQI 200ને પાર પહોંચ્યો
અમદાવાદઃ શહેરમાં શિયાળાના આરંભ સાથે જ પ્રદુષણમાં પણ વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં પ્રદુષણનું સ્તર વઘતા તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદાના મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 200ને પાર પહોચી ગયો છે. જેથી અસ્થામાની બીમારીથી પીડાતા લોકોની સમસ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ગંભીર છે. ગ્યાસપુરમાં AQI 279 , બોપલમાં AQI 327, ઘૂમામાં AQI 250, સાઉથ બોપલમાં AQI 283 નોંધાયું હતું. જ્યારે રખિયાલમાં AQI 213, નવરંગપુરામાં AQI 238, ગોતામાં AQI 217, બોડકદેવામાં AQI 185, ચાંદખેડામાં AQI 204, મણિનગરમાં AQI 192, જેટલું નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પ્રદુષણના સ્તરમાં થયેલા વધારાના પગલે મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ પ્રદુષણને કાબુમાં લેવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.