ગુગલ ઉપર સર્ચ કરાયેલા સેલિબ્રિટીશમાં આ ભારતીય ક્રિકેટર બીજા નંબર ઉપર
ભારતીય ટીમ ભલે કોઈ મેચ રમે કે ન રમે પરંતુ વિરાટ કોહલી ચર્ચામાં રહે છે. તેનું સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ હોય કે તેની સ્ટાઈલ, તેની મુસાફરીના સમાચાર પણ હેડલાઈન્સ બનાવે છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ સુધી ટ્રેન્ડમાં રહે છે. હાલમાં જ ગૂગલે એશિયામાં સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટીઝની યાદી જાહેર કરી છે. જેમાં વિરાટ કોહલીના ફેન્સ એ જાણીને ખૂબ જ ખુશ છે કે તે ટોપ 5ની અંદર છે.
• વિરાટ એશિયામાં સર્ચ કરાયેલા ખેલાડીઓમાં પ્રથમ ખેલાડી બન્યો
ગૂગલે એક યાદી બહાર પાડી છે. તેમાં એશિયામાં સૌથી વધુ સર્ચ કરાયેલી ટોપ 5 સેલિબ્રિટીઝના નામ છે અને આ યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. વિરાટ કોહલીની લોકપ્રિયતામાં વધારો થવાની શક્યતા છે. કારણ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ઓસ્ટ્રેલિયામાં 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયાની પીચો પર વિરાટ કોહલીનો રેકોર્ડ વધુ સારો છે. ઘણી મેચોમાં આઉટ ઓફ ફોર્મ થયા બાદ ફેન્સ વિરાટને ઓસ્ટ્રેલિયા સામે રન બનાવતા જોવાની આશા રાખી રહ્યા છે.
• વિરાટ સિવાય બીજું કોણ છે આ યાદીમાં?
ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2024માં એશિયામાં સૌથી વધુ સર્ચ કરાયેલા લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. આ યાદીમાં શાહરૂખ ખાને પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે અને તે પાંચમા નંબરે છે. આ સિવાય BTSના K-pop સુપરસ્ટાર V અને Jungkook પણ આ યાદીમાં સામેલ છે અને તે ત્રીજા અને ચોથા સ્થાને છે.