1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની આવકનો પ્રારંભ, રેકર્ડબ્રેક ભાવ બોલાયો
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની આવકનો પ્રારંભ, રેકર્ડબ્રેક ભાવ બોલાયો

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની આવકનો પ્રારંભ, રેકર્ડબ્રેક ભાવ બોલાયો

0
Social Share
  • ગોંડલ યાર્ડમાં લાલ મરચાની 4000 ભારીની આવક,
  • મૂહુર્તમાં લાલ મરચાની એક ભારીનો ભાવ 23113 બોલાયો,
  • મરચાની ભારી લઈને આવેલા પ્રથમ ખેડૂતનું સન્માન કરાયું

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની આવકનો પ્રારંભ થયો છે. ગોંડલના લાલ મરચાની દેશભરમાં માગ રહેતી હોય છે. અને યાર્ડમાં  પરપ્રાંતના વેપારીઓ પણ મરચાની ખરીદી માટે આવતા હોય છે. આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની સિઝનની સૌ પ્રથમ આવક નોંધાઈ હતી. પ્રથમ દિવસે માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 3500 થી 4000 ભારીની આવક થઈ હતી. જેમાં મૂહુર્તમાં પ્રથમ મરચાની ભારીના 23113 બોલાયા હતા. તેમજ મરચા વેચવા માટે પ્રથમ આવેલા ખેડુતનું યાર્ડ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિત જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને  લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને  ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આ વર્ષે મરચાની સિઝન સૌ પ્રથમ આવક કરવામાં આવી હતી યાર્ડમાં આજે અંદાજે 3500 થી 4000 ભારીની આવક થવા પામી હતી. હરરાજીમાં મરચાના સરેરાશ 20 કિલોના ભાવ 3000 થી 6000 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડબ્રેક ભાવ 23113 સુધી બોલાયા હતા.

યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી અંદાજે 400થી વધુ વાહન યાર્ડની બન્ને બાજુ લાંબી કતાર લાગી જવા પામી હતી. સવારે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશ ક્યાડા દ્વારા સૌ પ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂત, વેપારી અને ઓકસમેનને કુમકુમ તિલક કરવામાં આવ્યા હતા. અને શ્રીફળ વધેરી મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી હતી. મુહૂર્તમાં એક ભારીના રેકોર્ડબ્રેક રૂ. 23113 ભાવ અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપભાઈ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા હતા અને બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું,રેવા,  702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. અને ખેડૂતો પોતાનો મરચાનો પાક સુકવી ને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી અપીલ કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code