દિલ્હીમાં પ્રદૂષણ મામલે ગ્રેપ-4ના પ્રતિબંધોનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ ગંબીર સ્તર પર પહોંચ્યુ છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારને સવાલ પૂછવાની સાથે ફટકાર લગાવી હતી. તેમજ કડક પ્રતિબંધ લગાવવામાં મોડું કરવામાં આવતા ઝાટકણી કાઢી હતી. આ સાથે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે સ્થિતિ સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવાના તબક્કે પહોંચી ગઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર જણાવે કે તે તેનો અમલ કેવી રીતે કરશે. અમે અહીં સ્પષ્ટ કરી રહ્યા છીએ કે તમે અમારી મંજુરી વિના સ્ટેજ 4 હટાવી શકાશે નહી.
દિલ્હીના અનેક વિસ્તારમાં AQI 300ની પાર પહોંચી ગયો છે. જ્યારે કેટલાક વિસ્તારમાં તો 400 આસપાસ AQI નોંધાયો છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે કડક નિયંત્રણો લગાવવા સૂચના આપવાની સાથે કડક પ્રતિબંધો લગાવવા આદેશ આપ્યો છે.
શું છે GRAP 4 ?
GRAP એટલે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન, એટલે કે વાયુ પ્રદૂષણ સામે ઝડપી પગલાં લેવા. હકીકતમાં, Grap 4ના સ્તરે, દિલ્હીની હવાની ગુણવત્તાનું સ્તર ‘ગંભીર-પ્લસ’ એર ક્વોલિટીમાં આવે છે અને AQI 4500થી ઉપર પહોંચી જાય છે. જેને નિયંત્રણમાં લેવા માટે લાગુ કરવામાં આવે છે.
શાળા-કોલેજ બંધ રાખવા સૂચના આપાઈ
દિલ્હી સરકારે કેટલાક નિયમો લાગુ કર્યા છે. GRAP સ્ટેજ 4માં આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનો સિવાય, દિલ્હીમાં નોંધાયેલા ડીઝલ સંચાલિત મધ્યમ અને ભારે માલસામાનના વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે. દિલ્હીમાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સિવાય ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. શાળા-કોલેજ બંધ રાખવા સૂચનાઆપવામાં આવી છે તેમજ ઘરેથી કામ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.