પ્રધાનમંત્રીએ એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી મહામહિમ ગેસ્ટન બ્રાઉન સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ વેપાર અને રોકાણ અને SIDS માટે ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી બ્રાઉને ભારત-કેરીકોમ ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીની સાત મુદ્દાની યોજનાની પ્રશંસા કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
tags:
Aajna Samachar and Prime Minister of Barbuda Antigua Breaking News Gujarati Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Prime Minister Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news visited