- કાશ્મીરની ક્રિકેટ ટીમ પ્રેક્ટીસ માટે ગુજરાત રવાના
- ઈરફાન પઠાન પાસેથી મળી રહી છે ટ્રેનિંગ
- સુરક્ષાને ધ્યાનમાં લઈને કાશ્મીરમાંથી ગુજરાત રવાના કરાયા
વડોદરાઃ- જમ્મુ-કાશ્મીરના ખીણ વિસ્તારોના ક્રિક્ટરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને તેમને ગુજરાતના વડોદરા સિટીમાં મોકલવામાં આવ્યા છે,જ્યા દરેક રમતવીરો પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણની કોચિંગમાં પ્રેક્ટીસ કરી રહ્યા છે, કલમ-370 અસરહીન થયા પહેલા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમના મેંટૉર ઈરફાન પઠઆમ સહીત કેટલાક ક્રિકેટરોને રાજ્ય છોડવાનું કહવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓને વડોદરાના મોતી બાગ મેદાનમાં પ્રેક્ટીસ શરુ કરી દીધી છે,અહીયા ટીમના મેંટૉર ઈરફાન પઠાણ 30 ખેલાડીઓને અંદાજે દસ દિવસ સુધી ક્રિકેટના દાવ શાખવાડશે.
જેકેસીએના એક સીનિયર અધિકારીએ આ વાતની જાણ કરતા કહ્યું કે, “આ દરેકની સુરક્ષાને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે,અધિકારીએ જણાવ્યું કે અમે ઈરફાન અને અન્ય સહયોગી સ્ટાફની દેખરેખમાં પ્રી-સીઝન ટ્રેનિંગ લઈ રહ્યા હતા, આ મેચ ઘરેલું સત્ર માટે ટીમના ખેલાડીઓને પસંદ કરવામાં મદદ કરશે પરંતુ પરિસ્થિતિ જોતા એ નિર્ણય લેવામાં આવ્યો કે કાશ્મીર છોડી દેવું જોઈએ અને સુરક્ષાની સ્થિતિ સામાન્ય થયા પછી જ પરત આવવું જોઈએ”.
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ-370ની જોગવાઈઓ 5ઓગસ્ટના રોજ રદ કરવામાં આવી હતી જેને કારણે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, સૈનિકોને તૈનાત કરવાને એક મહિનો વીતી ગયો છે. જો કે ઘાટી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય જોવા મળી છે. પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ કેટલાક કાશ્મીરી નેતાઓ હજી પણ નજરકેદ હેઠળ છે. પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીની સાથે અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે. ગુરુવારે સાંજે તેની માતા અને બહેન મહેબૂબા મુફ્તીને મળ્યા હતા. મહેબૂબા મુફ્તીને શ્રીનગરના ચશ્માશાહી રિસોર્ટ ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે.