વજન ઘટાડવા માટે ટોમેટો સૂપ ફાયદાકારક, જાણો બનાવવાની રીત
આજની ફાસ્ટ લાઈફમાં લોકો હેલ્ધી અને ટેસ્ટી ફૂડની શોધમાં હોય છે, જો તમે પણ વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો, તો હેલ્ધી અને ફાયદાકારક ટમેટા સૂપ તમારા ડાયટનો એક સારો ભાગ બની શકે છે, ટામેટાંનો સૂપ ટેસ્ટી હોવાની સાથે શરીરને મહત્વપૂર્ણ પોષક તત્વો પ્રદાન કરે છે.
ટોમેટો સૂપ બનાવવા માટેની સામગ્રી
4-5 તાજા ટામેટાં
1 નાની ડુંગળી (ઝીણી સમારેલી)
1 ચમસી લસણ (સમારેલું)
1 આદુ (સમારેલું)
1 ચમચી ઓલિવ ઓઈલ અથવા ઘી
1/2 ચમચી કાળા મરી
1/2 ચમચી મીઠું (સ્વાદ મુજબ)
1/4 ચમચી ખાંડ (વૈકલ્પિક)
1 કપ પાણી
1 ચમચી ઓરેગાનો (વૈકલ્પિક, સ્વાદ માટે)
તુલસી અથવા કોથમરી (ગાર્નિશ માટે)
સૂપ બનાવવાની રીત
સૌ પ્રથમ, ટામેટાંને સારી રીતે ધોઈ લો અને પછી તેના પર કટ કરો જે બાદ તેને બોઇલમાં મૂકો, જ્યારે ટામેટાં ઉકળે, ત્યારે તેને ઠંડુ કરો, છાલ કાઢી લો અને તેને મિક્સરમાં સારી રીતે પીસી લો. એક કડાઈમાં ઓલિવ તેલ અથવા ઘી ગરમ કરો, તેમાં બારીક સમારેલી ડુંગળી, લસણ અને આદુ નાખીને ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે પેનમાં ગ્રાઇન્ડ ટામેટાની પેસ્ટ ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને થોડી મિનિટો સુધી થવા દો. હવે કાળા મરી, મીઠું અને ખાંડ ઉમેરો, જો તમે ઇચ્છો તો તમે ઓરેગાનો પણ ઉમેરી શકો છો, આ સૂપને એક અલગ સ્વાદ આપશે. સૂપને પાતળું કરવા માટે, 1 કપ પાણી ઉમેરો, તેને સારી રીતે ઉકળવા દો, જ્યારે સૂપ સારી રીતે ઉકળે, પછી આગ ધીમી કરો. છેલ્લે, સૂપને બાઉલમાં કાઢીને કોથમરી અથવા તુલસીથી ગાર્નિશ કરો. હવે તમારું હેલ્ધી ટમેટા સૂપ તૈયાર છે, તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.
ટોમેટો સૂપના ફાયદા
- વજન ઘટાડવામાં ફાયદાકારક: ટામેટામાં ઓછી કેલરી અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે પેટ ભરેલું લાગે છે અને વધુ પડતું ખાવાથી બચાવે છે, તે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
- વિટામિન સીનો સારો સ્ત્રોતઃ ટામેટાંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.
- હૃદય માટે ફાયદાકારકઃ ટામેટાંમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયની તંદુરસ્તી જાળવી રાખે છે.