મુંબઈઃ મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો ઉપર મતગણતરી હાથ ધરાઈ હતી. દરમિયાન 225 બેઠકો ઉપર મહાયુતિ આગળ ચાલી રહી છે જ્યારે મહા વિકાસ અઘાડી 50 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીતને પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી(અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સન્નાટો છવાયો છે. દરમિયાન કોંગ્રેસે મહારાષ્ટ્રની ચૂંટણી પરિણામમાં પોતાની હાર સ્વિકારી છે.
કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પરિણામ અમારી વિરુદ્ધ છે અને અમે મહારાષ્ટ્રમાં વધારે સારુ કરી શકતા હતા. પરંતુ ખુશીની વાત એ છે કે, ઝારખંડમાં અમારુ પ્રદર્શન સારુ રહ્યું છે અને અમે ઝારખંડમાં ફરીથી પોતાની સરકાર બનાવી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે પરિણામને લઈને સવાલો ઉભા કર્યાં છે. બીજી તરફ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મહા વિકાસ અઘાડી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ મહારાષ્ટ્રની જનતાએ તેમનો અસ્વિકાર કર્યો હોવાનું પણ જમાવ્યું હતું.