દેશની જેલોમાં 4.34 લાખ અંડરટ્રાયલ કેદીઓ, ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે કેદીઓ
દેશની વિવિધ જેલોમાં હત્યા સહિતની ગંભીર ગુનામાં સંડોવાયેલા લાખો આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. દેશની જેલોમાં હાલ 4.34 લાખ જેટલા અંડરટ્રાયલ કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. સૌથી વધારે અંડરટ્રાયલ કેદીઓ ઉત્તરપ્રદેશમાં છે. જ્યારે સૌથી ઓછા અંડરટ્રાયલ કેદીઓ લક્ષદીપની જેલમાં છે.
ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશની જેલોમાં 4,34,302 અંડરટ્રાયલ કેદીઓ છે. જેમાં સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશમાં છે. 94,131 અંડરટ્રાયલ કેદીઓ સાથે ઉત્તર પ્રદેશ ટોચ પર છે. જેલના આંકડાકીય અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશ પછી બિહારનો નંબર આવે છે. બિહારમાં અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા 57,537 છે.
ઉત્તર પ્રદેશ અને બિહાર પછી મહારાષ્ટ્ર દેશમાં ત્રીજા સ્થાને છે. મહારાષ્ટ્રમાં 32,883 અંડરટ્રાયલ કેદીઓ છે. આ પછી, અનુક્રમે, મધ્ય પ્રદેશમાં 26,877, પંજાબમાં 24,198, પશ્ચિમ બંગાળમાં 23,706, હરિયાણામાં 19,279, રાજસ્થાનમાં 19,233, દિલ્હીમાં 16,759, ઓડિશામાં 16,058, ઓડિશામાં 16,058, જહાર્દખાનામાં 16,877 અન્ડરટ્રાયલ કેદીઓ છે.
અંડરટ્રાયલ કેદીઓની સૌથી ઓછી સંખ્યાવાળા કેસોને જોઈએ તો તેમાં લક્ષદ્વીપ ટોચ પર છે. લક્ષદ્વીપ માત્ર 6 અન્ડરટ્રાયલ કેદીઓ સાથે યાદીમાં ટોચ પર છે. આ પછી લદ્દાખમાં 26, દાદરા અને નગર હવેલી અને દમણ દીવમાં 162, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 173, અરુણાચલ પ્રદેશમાં 184, સિક્કિમમાં 268, નાગાલેન્ડમાં 302, ગોવામાં 572, મણિપુરમાં 592 અંડરટ્રાયલ કેદીઓ છે.
હકીકતમાં, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે દેશભરની જેલોમાં બંધ અંડરટ્રાયલ કેદીઓની મુક્તિ માટે યુપી સહિત અન્ય રાજ્યોને સખત ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેદીઓને મુક્ત કરવાને લઈને રાજ્યોના નરમ વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી.