NIPER-અમદાવાદ ખાતે 11મા દિક્ષાંત સમારોહનું આયોજન

અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER-અમદાવાદ) એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના નેજા હેઠળ ચાલતી રાષ્ટ્રીય મહત્વની સ્વાયત્ત સંસ્થા છે. સંસ્થા દ્વારા 27મી ડિસેમ્બર, 2024ના રોજ NIPER અમદાવાદના પ્રો. ડિરેક્ટર શૈલેન્દ્ર સરાફની અધ્યક્ષતામાં 11મો દિક્ષાંત સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ શ્રી […]

કેન-બેતવા લિંક પ્રોજેક્ટ બુંદેલખંડ પ્રદેશમાં સમૃદ્ધિ અને ખુશીના નવા દરવાજા ખોલશે: પીએમ

ભોપાલઃ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતીનાં પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ ભારત અને વિશ્વના ખ્રિસ્તી સમુદાયનાં લોકોને નાતાલની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં હજારો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના નવા માળખાગત પ્રોજેક્ટ્સના અમલીકરણની સાથે વિકાસલક્ષી […]

ગુજરાતના આ એરપોર્ટને દેશનું પ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર પ્રાપ્ત થયું

ગાંધીનગરઃ ભાવનગર એરપોર્ટ કે જેને મુસાફરોની સવલત(ટ્રાન્સપોર્ટેશન) સુવિધામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. ભૌગોલીક દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા ભાવનગર એરપોર્ટને દેશનું સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર ફાળવવામાં આવ્યું છે. નાફકો કંપનીનું દુબઈથી આયાત કરેલા આ ફાયર ફાયટર અંગેની ડેમો અને તેની વિગતવાર માહિતી એરપોર્ટના ડાયરેકટરે આપી હતી. દેશના સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર […]

ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત MOU થયા

ગાંઘીનગરઃ ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાર્ટનરશીપ ડે અન્વયે મૈત્રી કરારો માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટની મુખ્યમંત્રી અને શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નરે પરસ્પર આપ-લે કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત અને જાપાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોએ બંને […]

ભારત પ્રથમ વખત ISSF જુનિયર શૂટિંગ વર્લ્ડ કપની યજમાની કરશે

ભારત 2025 ના બીજા ભાગમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) જુનિયર વર્લ્ડ કપનું આયોજન કરશે. ISSF એ રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનને રાઇફલ/પિસ્તોલ/શોટગન માટેની ટોચની જુનિયર આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા માટે હોસ્ટિંગ અધિકારો એનાયત કર્યા. ભારતનું (NRAI), શૂટિંગ રમતમાં દેશ માટે બીજી સિદ્ધિ છે. 2023 માં ભોપાલમાં સિનિયર વર્લ્ડ કપ અને આ વર્ષની શરૂઆતમાં સીઝન સમાપ્ત […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાર્યકર્તાને વિકટ સમયમાં મદદ કરી

ભાજપના કાર્યકર્તાના સાઢુભાઈના દીકરાનું વિદેશમાં નિધન થયું મૃતદેહને વતન લાવવામાં અમિતભાઈએ મદદ કરી સતત વ્યસ્ત રહેતા અમિતભાઈએ કાર્યકર્તાની વાત સાંભળીને મદદ કરી અમદાવાદઃ દેશના અન્ય રાજકીય પક્ષોથી ભારતીય જનતા પાર્ટી અલગ છે કારણ કે ભાજપે એ કાર્યકર્તાની પાર્ટી છે. ભાજપમાં કોઈ પણ વ્યક્તિ નેતા બને અને દેશના સર્વોચ્ચ સ્થાન વડાપ્રધાન પદ પર બેસે કે ગ્રહ […]

ગુજરાતમાં 18.95થી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળશે, રાત્રીના ઉજાગરામાંથી મુક્તિ

બાકી 632 જેટલા ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે 17193 ગામોમાં 20.51 લાખથી વધુ કૃષિ વીજ જોડાણો અપાયા Renewable Energyની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે ગુજરાત દેશમાં અગ્રેસર ગાંધીનગરઃ ‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વિજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96 ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code