1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપ સાથે સંબંધો કેળવી આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ 6000 કરોડનું સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું
ભાજપ સાથે સંબંધો કેળવી આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ 6000 કરોડનું સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું

ભાજપ સાથે સંબંધો કેળવી આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ 6000 કરોડનું સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું

0
Social Share
  • પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોને ઠગતો ભૂપેન્દ્ર ઝાલા,
  • અભિનેતા સોનુ સુદે પણ ભૂપેન્દ્ર ઝાલાને સન્માનિત કર્યા હતા,
  • આરોપી સાથે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનો ફોટો વાયરલ થયો

 

અમદાવાદઃ ગુજરાત અને રાજસ્થાનમાં પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોને આકર્ષક વળતરની લાલચ આપીને રોકાણ કરાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારો આરોપી ભૂપેન્દ્ર ઝાલા ભાજપનો કહેવાતો કાર્યકર હોય મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સાથેની તસવીરો વાયરલ થઈ છે. લોકોના કરોડો રૂપિયા ડુબાડી દે તે પહેલાં જ ભૂપેન્દ્ર ઝાલા અને તેના બીઝેડ ગ્રુપની ઓફિસ પર સીઆઈડી ક્રાઇમે દરોડાની કાર્યવાહી કરી છે. હાલ ભૂપેન્દ્ર ઝાલા ફરાર છે અને દેશ છોડીને ભાગી ન જાય અથવા ભાગી ગયો હોય તો પકડાય તે માટે લુકઆઉટ નોટિસ જારી કરી દેવામાં આવી છે.

બીઝેડ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૃપિયા છ હજાર કરોડ  જેટલી માતબર રકમની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે કૌભાંડના માસ્ટર માઇન્ડ ભુપેન્દ્ર ઝાલા સાથે સકળાયેલા સાત એજન્ટોની ધરપકડ કરી છે. ઝડપાયેલા પાંચ એજન્ટોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્ર ઝાલાએ ત્રણ હજારથી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવ્યું હતું. જેમના દ્વારા રોકાણ લાવતો હતો અને તેની સાથે સીધા જોડાયેલા મોટા એજન્ટોને કરોડોનું રોકાણ લાવવા બદલ ઔડી, ફોર્ચ્યુનર જેવી ગાડીઓ ભેટ આપી હતી. એટલું જ નહી કેટલાંક એજન્ટોએ રોકાણકારોના નાણાં ભુપેન્દ્ર ઝાલાને આપવાને બદલે બારોબાર અંગત વપરાશમાં લઇ લીધા હતા.  પોલીસ દ્વારા 15થી વધુ લક્ઝરી કાર, મકાનો સહિતની મિલકતો  જપ્ત કરવાની કાર્યવાહી કરાશે.

સાબરકાંઠા સહિત ઉત્તર અને મધ્ય  ગુજરાત અને ગાંધીનગરમાં બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે ઓફિસ ખોલીને રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને ભુપેન્દ્ર ઝાલાએ રૂપિયા છ હજાર કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવાના કેસની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા સાત એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વિશાલસિંહ ઝાલા (રહે.વગડી, હિંમતનગર),દિલીપસિંહ સોલંકી (રહે. સઢા ગામ, હિંમતનગર), આશિક ભરથરી (રહે. બ્રહ્યાણીનગર મહેતાપુરા, હિંમતનગર), રાહુલ રાઠોડ (રહે. ેઅંબાવાડા ગામ, હિંમતગર), મયુર દરજી (રહે. માલપુર, , અરવલ્લી) અને રણવીરસિંહ ચૌહાણ (રહે.મોટી ચીચણો, માલપુર, અરવલ્લી)નો સમાવેશ થાય છે. ઝડપાયેલા તમામ એજન્ટો ભુપેન્દ્રસિંહ સાથે નજીકનો ધરોબો રાખતા હતા અને તેમના દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ બીઝેડ ગૃપમાં કરાયાના પુરાવા પણ પોલીસને મળ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.

ભૂપેન્દ્ર ઝાલા ભાજપના નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ કેળવીને તેની સાથે ફોટા પડાવીને રોકાણકારોને ભરમાવતો હતો. માત્ર રાજકીય નેતાઓ જ નહીં પણ મુંબઈ ખાતે યોજાયેલા BIAA બોલિવૂડ એવોર્ડ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા BZ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્ર ઝાલાને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા, સાથે સાથે ભૂપેન્દ્ર ઝાલા દ્વારા સોનુ સૂદને હસ્તકલા આર્ટ ભેટમાં આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code