1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રિ-સ્કુલ અંગે સરકારની નીતિ-રીતિ સામે વિરોધ, સંચાલકોનું 3જી ડિસેમ્બરે બંધનું એલાન
પ્રિ-સ્કુલ અંગે સરકારની નીતિ-રીતિ સામે વિરોધ, સંચાલકોનું 3જી ડિસેમ્બરે બંધનું એલાન

પ્રિ-સ્કુલ અંગે સરકારની નીતિ-રીતિ સામે વિરોધ, સંચાલકોનું 3જી ડિસેમ્બરે બંધનું એલાન

0
Social Share
  • સરકાર દ્વારા ત્રણ નિયમો સામે પ્રિ-સ્કૂલોના સંચાલકોએ બાંયો ચડાવી,
  • સરકારની નીતિ-રીતિથી 90 ટકા પ્રિ-સ્કુલો બંધ થઈ જશે,
  • પ્રિ-સ્કૂલો બંધ થશે તો 5 લાખ મહિલા બેકાર બનશે

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ફાયર અને બિલ્ડિંગ યુઝ (બીયુ)ના નિયમોનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. જેમાં પ્રિ-સ્કૂલો માટેના નિયમો વધુ કડક બનાવાતા પ્રિ-સ્કૂલોના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે પ્રિ-સ્કૂલ એસો. દ્વારા અનેક રજૂઆતો કરાઈ તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય ન લેવાતા ગુજરાત ઇન્ડીપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.  એસોસિએશન દ્વારા સરકારના ત્રણ જેટલા નિયમોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં જે જગ્યા પર પ્રિ-સ્કૂલ ચાલુ કરવાની હોય તે જગ્યાની બીયુ પરમિશન ફરજિયાત કરવામાં આવી છે તેમજ   જે જગ્યા પર આ પ્રિ-સ્કૂલ ચાલતી હોય તેનો 15 વર્ષનો ભાડા કરાર ફરજિયાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની અને સહકારી મંડળી બનાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ ત્રણેય નિયમોના વિરોધમાં 3જી ડિસેમ્બરે પ્રિ-સ્કૂલો બંધ રહેશે.

રાજ્યમાં પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે પ્રિ-સ્કૂલ એસો. દ્વારા અનેક રજૂઆતો કરાઈ તેમછતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય ન લેવાતા ગુજરાત ઇન્ડીપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા સુરતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એસોસિએશન સરકારના ત્રણ જેટલા નિયમોને લઈને વિરોધ કરી રહ્યા છે. આ ત્રણ નિયમોના કારણે 5 લાખ મહિલાઓ રોજગાર જવાની અને 90 ટકા પ્રિ-સ્કૂલ બંધ થવાની હાલ ભીંતિ સેવાઈ રહી છે. સરકાર દ્વારા પ્રિ-સ્કૂલ નોંધણીને લઈને જે નિયમો કડક કરવામાં આવ્યા છે તે નિયમોમાં કેટલીક વિસંગતતાઓ હોવાને લઈને ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જે નિયમ ઘડવામાં આવ્યા છે તેમાં જે જગ્યા પર પ્રિ-સ્કૂલ ચાલુ કરવાની હોય તે જગ્યાની બીયુ પરમિશન ફરજિયાત કરવામાં આવી છે. તેમજ જે જગ્યા પર આ પ્રિ-સ્કૂલ ચાલતી હોય તેનો 15 વર્ષનો ભાડા કરાર ફરજિયાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની અને સહકારી મંડળી બનાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે એવી રજૂઆત પ્રિ-સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે અને તેને જ લઈને મોટી સંખ્યામાં પ્રિ-સ્કૂલના સંચાલકો સુરત કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જિલ્લા કલેકટર તેમજ શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે, બીયુ પરમિશનની જગ્યા પર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટના આધારે પ્રિ-સ્કૂલની માન્યતા આપવામાં આવે. 15 વર્ષના રજીસ્ટર ભાડા કરારના બદલે 11 મહિનાના ભાડા કરારથી પ્રિ-સ્કૂલને મંજૂરી આપવામાં આવે તો સંચાલકોને મુશ્કેલી ન પડે. ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની કે, પછી સહકારી મંડળીની સાથે-સાથે પ્રોપરાઈટરથી ભાગીદારીનો વિકલ્પ પણ પ્રિ-સ્કૂલની નોંધણી માટે આપવામાં આવે. પ્રિ-સ્કૂલના સંચાલકો દ્વારા 3જી ડિસેમ્બરે સ્કૂલો બંધ રાખવાનું એલાન કર્યું છે.

પ્રિ-સ્કુલ સંચાલકોના કહેવા મુજબ આ નિયમો હળવા નહીં કરવામાં આવે તો ગુજરાતના સ્કૂલો સાથે સંકળાયેલા તમામ લોકો 3 ડિસેમ્બરના રોજ આંદોલન કરશે. આ આંદોલન પણ અમે શાંતિથી જ કરવા ઈચ્છીએ છીએ. અમે જાણીએ છીએ કે, આ સરકાર ખૂબ જ મેચ્યોર છે અને અમારા બધા પ્રયત્નોને સમજે પણ છે. અમારી વિચારધારાઓને પણ સમજે છે. જેથી, અમને મદદરૂપ થશે એવી અપેક્ષા છે. પ્રિ-સ્કૂલ સાથે 5 લાખ જેટલી મહિલાઓ સંકળાયેલી છે. સરકારના આકરા નિયમોના કારણે જો આ પ્રિ-સ્કૂલો બંધ થાય તો આ તમામ મહિલાઓની રોજગારીને અસર પહોંચશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code