સંઘર્ષના દિવસોમાં આ અભિનેતાએ રેલવે સ્ટેશન ઉપર 27 દિવસ ગુજાર્યાં હતા
બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ઘણા સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છે. આવા કલાકારોની યાદીમાં અનુપમ ખેરનો સમાવેશ થાય છે. પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવ્યું. બોલીવુડમાં તેમણે એનેક સુપરહિટ ફિલ્મ આપી ચુક્યું છે. 40 વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે ઘણી ફિલ્મો કરી છે અને મજબૂત અભિનય કુશળતા પણ સાબિત કરી છે. જો કે, એક સમયે તેની પાસે ખાવાના પૈસા પણ ન હતા અને તેને રેલવે પ્લેટફોર્મ પર સૂવું પડ્યું હતું.
અનુપમ ખેરે ફિલ્મ સરંશમાં 60 વર્ષના પિતાના રોલથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં, અનુપમે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI) માં માસ્ટરક્લાસનું સંચાલન કર્યું અને ત્યાં તેમણે તેમના સંઘર્ષના દિવસોનો ખુલાસો કર્યો હતો. જ્યારે અનુપમ ખેર હીરો બનવા માટે મુંબઈ આવ્યા હતા ત્યારે તેઓ ટાલની બીમારીથી પીડાતા હતા. પાતળા વાળ અને પેચી માથું ધરાવતા અનુપમ જ્યારે ફિલ્મોમાં કામ માટે પૂછતા ત્યારે ઘણી વાર તેની મજાક ઉડાવવામાં આવતી. ખેરે કહ્યું હતું કે તે સમયે લોકો તેમને લેખક અથવા સહાયક નિર્દેશક બનવાની સલાહ આપતા હતા અને કહેવામાં આવતું હતું કે તે અભિનેતા બનવા માટે લાયક નથી. જ્યારે તેમને સૂવા માટે જગ્યા ન મળી ત્યારે તેમણે રેલવે પ્લેટફોર્મ પર સૂવાનું નક્કી કર્યું. અનુપમે જણાવ્યું કે તે 27 દિવસ સુધી બાંદ્રા રેલ્વે સ્ટેશન પર બેંચ પર સૂતો હતો.
અનુપમે તેની કારકિર્દીમાં અત્યાર સુધી અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. તેમણે કર્મમાં વિલન ડૉ. ડાંગ, ચાલબાઝમાં ત્રિભુવન દાસની ભૂમિકા ભજવી અને પછી દિલ, બેટા, શોલા ઔર શબનમ અને વક્ત હમારા હૈમાં તેના કોમિક અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. 500 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યા પછી, તેમણે કાશ્મીર ફાઇલ્સ સાથે તેની પ્રથમ રૂ. 300 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મ આપી હતી. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ સમયે ખેર 67 વર્ષના હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ખેર છેલ્લે વિજય 69માં જોવા મળ્યા હતા.