- રાશિદ ખાનનું શાનદાર પ્રદર્શન
- ત્રણ ટેસ્ટ મેચમાંથી બે મેચ પોતાને નામ કરી
- બાંગલાદેશને માત આપીને અફઘાનિસ્તાને જીત મેળવી
- અફઘાનિસ્તાને 398 રન કરીને બાંગલા દેશને હરાવ્યું
- રાશિદ ખાનને ‘મેન ઑફ ધ મેચ’ નો પુરસ્કાર
અફઘાનિસ્તાને શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને માત આપીને ટેસ્ટ ક્રિકેટ મેચમાં પોતાની બીજી જીત મેળવી છે ત્યારે આ જીતને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ મેચની લાસ્ટ વિકેટ લીધા પછી અફઘાનિસ્તાનના ખેલાડીઓ ખુશીથી જુમી ઉઠ્યા હતા, આ જીતનો માહોલ માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહી પરંતુ ફઘાનિસ્તાન સુધી તેની ખૂશી જોવા મળી હતી.અફઘાનિસ્તાન ક્રિક્ટ બૉર્ડના મુખ્ય કાર્યકારી શફીક સ્ટાનિકઝાઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે, આ વીડિયોમાં અફઘાનિસ્તાનના બાળકો જીતને ડાન્સ કરીને મનાવી રહ્યા છે.આ વીડિયોમાં ત્યાના બાળકો ખૂશીમાં ડાન્સ કરી રહેલા જોવા મળે છે.
સ્ટાનિકઝાઇએ લખ્યું કે,’આ જીત અમારા દેશ માટે ઘણું મહત્વ ઘરાવે છે,બ્લુ ટાઇગર્સ, અમે બધા તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. રાશિદ ખાન તમે ક્રિકેટની દુનિયાના એક મોટા સુપરસ્ટાર છો. મોહમ્મદ નબી, મને ખાતરી છે કે તમે તમારી ટેસ્ટ કરિયરને આનાથી શ્રેષ્ઠ રીતે પુરી ન જ કરી શકતા”
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ચટગાંવમાં બાંગલાદેશને એકમાત્ર ટેસ્ટ મેચમાં 224 રનથી હરાવીને આ ફોર્મેટમાં પોતાની બીજી જીત નોંધાવી છે. અફઘાનિસ્તાનના 398 રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે 173 રનમાં હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા પછી અફઘાનિસ્તાન એકમાત્ર એવી ટીમ છે જેણે તેની પ્રથમ ત્રણ ટેસ્ટમાંથી બે ટેસ્ટ મેચની જીત પોતાને નામ કરી છે
આ મેચમાં રાશિદે કુલ 11 વિકેટ લીધી હતી,અને તે માટે તેમને ‘મેન ઑફ ધ મેચ’ નો પુરસ્કાર આપવામાં આવ્યો છે,કેપ્ટન રાશિદ ટેસ્ટ ક્રીકેટના ઈતિહાસમાં મેચ જીતનારા સૌથી યૂવા ક્રિકેટર બની ગયા છે,રાશિદ ખાન કેપ્ટનના પદથી પ્રથમ ટેસ્ટ રમતા મેંચમાં 10 અથવા તેનાથી વધુ વિકેટ લેનાર ઉપરાંત ટેસ્ટ મેચમાં અર્ધશતક જમાવનારા પહેલા ખેલાડી બની ચૂક્યા છે, લેગ સ્પિનર રાશિદ ખાને ચટગાંવ ટેસ્ટમાં કુલ 11 વિકેટ ઝડપી હતી તેમણે પ્રથન પાળીમાં જ 51 રન કર્યા હતા અને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અફઘાનિસ્તાનની આ હમણા સુધીની માત્ર ત્રીજી ટેસ્ટ મેચ હતી, અફઘાનની ટીમ 5મી નવેમ્બરથી દેહરાદૂનમાં વેસ્ટઈંડીઝની સામે ત્રણ ટી-20,ત્રણ વન-ડે અને એક ટેસ્ટ મેચ રમશે.