કેટલીક એવી અભિનેત્રીઓ કે જેમણે જીવનસાથી તરીકે એક્ટર નહી,પરંતુ બિઝનેસમેન પર પોતાની પસંદગી ઉતારી
- બિઝનેસમેનને જીવનસાથી કરીકે પસંદ કરનારી અભિનેત્રીઓ
- શિલ્પા શેટ્ટી,સોનમ કપૂર,અસિન,ઝુહી ચાવલા,અમૃતા અરોડા
- કેટલીક એક્ટર્સનું નામ કો-સ્ટાર્સ સાથે પણ જોડાયું છે
- કેટલીક અભિનેત્રીઓ એ પરણેલા બિઝનેસમેન સાથે કર્યા લગ્ન
બોડલિવૂડ સ્ટાર્સ પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાના અફેર અને રિલેશનશિપને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે,તેમનું નામ ધણીવાર પોતાના કો-સ્ટાર્સ સાથે જ જોડી દેવામાં આવે છે અને કેટલાક એવા સ્ટાર્સ છે કે જેમણે તેમના કો-સ્ટાર્સ કે પછી બીજા એક્ટર સાથે લગ્ન કર્યા હોય,જો કે આનાથી તદ્દન વિરુદ્ધ પણ છે કે, કેટલાક બૉલિવૂડ સ્ટાર્સએ પોતાની પસંદગીના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે.
બિઝનેસમેન સાથે લગ્ન કરનારી અભિનેત્રીઓની યાદીમાં સોનમ કપુર,શિલ્પા શેટ્ટી,ઝુહી ચાવલા,અમૃતા અરોરા વગેરેના નામનો સમાવેશ થાય છે,ત્યારે આ અભિનેત્રીઓમાંથી કેટલીક અભિનેત્રીઓના નામ પોતાના કો-સ્ટાર્સ સાથે પણ જોડાયા હતા અને પછી તે તેઓએ બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હોય તેવું પણ જોવા મળ્યું છે.
સોનમ કપૂર– બોલિવૂડના ફેમસ એક્ટર અનિલ કપૂરની પુત્રી અભિનેત્રી સોનમ કપૂરે 8 મે 2018 ના રોજ લગ્ન કર્યાં હતાં. તેણે તેના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન છે,જે એક બિઝનેસમેન છે. આનંદ શાહી એક્સપોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર છે,આનંદની કુલ સંપત્તિ આશરે 3000 કરોડ રૂપિયાની છે.આ ઉપરાંત તેમણે લંડનમાં એક એપાર્ટમેન્ટ પણ લીધો છે.
શિલ્પા શેટ્ટીઃ– બોલિવૂડની ખૂબ જ જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 22 નવેમ્બર, 2009ના રોજ ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા.આ બન્ને શિલ્પાની પરફ્યુમ બ્રાન્ડ એસ 2ના પ્રમોશન મળ્યા હતા. આ પછી, બંને મિત્ર બની ગયા અને ટૂંક સમયમાં મિત્રતા પ્રેમમાં પરિણામી ગઈ.એક ઇન્ટરવ્યુમાં રાજે કહ્યું હતું કે “શિલ્પાને જોયા પછી હું તેના પ્રેમમાં પડ્યો”,આ દરમિયાન રાજ કુંદ્રા પહેલાથી જ લગ્ન કરી ચૂક્યા હતા અને પછી તેની પહેલી પત્ની કવિતાએ શિલ્પા પર આરોપ લગાવ્યો હતો કે તેણે શિલ્પા સાથે લગ્ન કર્યા છે. આ વાતને લઈને શિલ્પા નારાજ થઈ હતી,ત્યાર પછી રાજે સ્પષ્ટ કર્યુ હતું કે તેના પહેલા લગ્ન લગભગ 12 મહિના પહેલા તૂટી ગયા હતા.
જુહી ચાવલાઃ– પોતાના સમયની સફળ અને સુંદર અભિનેત્રી જૂહી ચાવલાએ ઇંગ્લેન્ડમાં રહેતા ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા છે. જુહી ચાવલા એક સમયે મિસ ઇન્ડિયા રહી ચૂકી હતી, તેણે વર્ષ 1995 માં લગ્ન કર્યા. આ દંપતી શાહરૂખ ખાન સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટીમના કોલકાતા નાઈટ રાઇડર્સના પાર્ટનર છે,તેમને એક પુત્રી જાન્હવી અને પુત્ર અર્જુન છે.
સેલિના જેટલી- બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ પણ કોઈ અભિનેતા સાથે નહીં પણ ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા છે,સેલિનાએ તેના દુબઈ સ્થિત હોટલ બિઝનેસમેન હોટેલિયર સાથે ચુપકેથી લગ્ન કરીને લોકોને આંચકો આપ્યો હતો,
અમૃતા અરોરાઃ-બૉલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરાએ પણ કાઈ અભિનેતા સાથે લગ્ન નથી કર્યા પરંતુ પોતાના ક્લાસ મેટ શકીલ લદાખ સાથે લગ્ન સંસાર માંડ્યો છે,શકીલ પહેલાથી જ લગ્નના બંધનમાં હતા અને એટલે તેની પહેલી પત્નીએ અમૃતા પર પોતાના પતિને છીનવવાનો આરોપ લગાવ્યો છે, જો કે અમૃતાની માતાએ આ વાતનો ખુલાસો કરતા કહ્યું હતુ કે,અમૃતાના લગ્ન થયા તે પહેલા જ શકીલના ડાઈવોર્સ થઈ ચૂક્યા હતા.અમૃતા અને શકીલે 2009માં લગ્ન કર્યા હતા.શકીલ કંસ્ટ્રક્શન ઈંડસ્ટ્રીઝમાં બિઝનેસ મેન છે.
અસિન થોટ્ટૂમકલઃ– બોલિવૂડ એક્ટ્રેસ અસિને તેના બોયફ્રેન્ડ રાહુલ શર્મા સાથે 19 જાન્યુઆરી 2016 ના રોજ લગ્ન કર્યા હતા. આ બન્નેના લગ્ન ક્રિશ્ચિયન અને પંજાબી રિવાજો સાથે થયાં હતાં. રાહુલ માઇક્રોમેક્સના સહ-સ્થાપક અને સીઈઓ છે. તેમની મુલાકાત અભિનેતા અક્ષય કુમાર દ્વારા થઈ હતી. 24 ઓક્ટોબર 2017 ના રોજ અસિને પુત્રી અરીને જન્મ આપ્યો હતો.