- ચિટફંડ મામલામાં સીબીઆઈ દ્વારા આશિર્વાદ બેહરાની ધરપકડ
- બેહરાની અર્થતત્વ ચિટફંડ મામલામાં કરાઈ છે ધરપકડ
- ઓડિશા ક્રિકેટ સંઘના ભૂતપૂર્વ સચિવ છે આશિર્વાદ બહેરા
ઓડિશા ક્રિકેટ સંઘના ભૂતપૂર્વ સચિવ આશિર્વાદ બેહરાની સીબીઆઈએ ધરપકડ કરી છે. બેહરાને અર્થતત્વ ચિટફંડ મામલામાં એરેસ્ટ કરવામાં આવ્યા છે.
બેહરા ઓડિશા ઓલિમ્પિક સંઘના સચિવ પણ રહી ચુક્યા છે. બેહરાના બારાબટી સ્ટેડિયમ ખાતેના કાર્યાલયમાં પહેલીવાર 16 ઓગસ્ટ, 2014ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેને સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. બેહરાના જમાઈને પણ ઈડી તલબ કરી ચુકી છે.
આરોપો પ્રમાણે, ઓડિશાના લગભગ તમામ ખેલ સંઘો પર બેહરાનો કબજો હતો. બારાબટી સ્ટેડિયમ જમીન ગોટાળાનો મામલો સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે બેહરાને પદ છોડવા માટે તાકીદ કરી હતી.
મહત્વપૂર્ણ છે કે ઈડીએ ચિટફંડ મામલામાં ફસાયેલી અર્થતત્વ કંપની સાથે બેહરાના સંબંધો મામલે પૂછપરછ કરી હતી. બેહરા પર અર્થતત્વમાં એક કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો આરોપ છે.