1. Home
  2. ગુજરાતી
  3. મોટી સફળતા! ભારતીય સુરક્ષા દળોને હનીટ્રેપમાં ફસાવનારા ISIના કૉલ સેન્ટરનો ભંડાફોડ
મોટી સફળતા! ભારતીય સુરક્ષા દળોને હનીટ્રેપમાં ફસાવનારા ISIના કૉલ સેન્ટરનો ભંડાફોડ

મોટી સફળતા! ભારતીય સુરક્ષા દળોને હનીટ્રેપમાં ફસાવનારા ISIના કૉલ સેન્ટરનો ભંડાફોડ

0
Social Share
  • ભારતીય સુરક્ષાદળના અધિકારીઓ અને જવાનોને ફસાવવાનો કારસો
  • પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા સીમા પર ષડયંત્ર
  • આઈએસઆઈ દ્વારા ઝેલમમાં હનીટ્રેપમાં ફસાવનારા કોલ સેન્ટરનો ભંડાફોડ

નવી દિલ્હી: ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓએ મોટી સફળતા પ્રાપ્ત કરતા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક એવા કોલ સેન્ટરનો ભંડાફોડ કર્યો છે, જેનો ઉપયોગ ભારતીય સેના અને સુરક્ષાદળના જવાનો અને અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવા માટે કરવામાં આવતો હતો. આ કોલ સેન્ટર ઈસ્લામાબાદથી 116 કિલોમીટર દૂર ઝેલમ શહેરમાં છે. આ કોલ સેન્ટરને ચલાવનારી કંપની કોઈ અન્ય નહીં પણ પાકિસ્તાની ટેલિકમ્યુનિકેશન કંપની લિમિટેડ (પીટીસીએલ) છે.

આઈએસઆઈના સહયોગથી ચાલનારા આ કોલસેન્ટર ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કરતું હતું. આ તે સિમકાર્ડ હહતા કે જેને પોતાના સંબંધીઓને મળવા મટે પાકિસ્તાન આવનારા ભારતના લોકો, ખાસ કરીને મહિલાઓ પાસેથી સીમા પર પાકિસ્તાની કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવતા હતા. આ સનસનાટીપૂર્ણ હનીટ્રેપ સંદર્ભે દિલ્હી પોલીસની સાથે કેટલાક અન્ય રાજ્યોની પોલીસે જ્યારે દેશવ્યાપી તપાસ શરૂ કરી હતી, તો તેવામાં 100થી વધારે સિમ કાર્ડોની ખબર પડી હતી.

પાકિસ્તાનના પ્રવાસે જનારી ભારતીય મહિલાઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા સિમ કાર્ડનો ઉપયોગ સીમા પાર આવેલા કોલ સેન્ટરોમાં કામ કરનારી પાકિસ્તાની મહિલાઓની ઓળખ છૂપાવવા માટે કરવામાં આવે છે. ભારતીય સિમ કાર્ડ દ્વારા સંગીતા મિશ્રા, આયશા રાય, નીતા સિંહ જેવા નામોથી ફેસબુક પર નકલી ભારતીય આઈડી બનાવવામાં આવ્યા હતા.

ઝેલમના આ કોલ સેન્ટરમાં કામ કરનારી યુવતીઓને ખાસ પ્રકારે ધારાપ્રવાહથી હિંદી બોલવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આઈએસઆઈના ગુર્ગાઓની મદદથી આ યુવતીઓ પહેલા સોશયલ મીડિયા પ્લેટફોર્મો પર ભારતીય સુરક્ષા દળોના જવાનો અને અધિકારીઓની તલાશ કરતી હતી અને બાદમાં તેમની સાથે સંપર્ક સ્થાપિત કરતી હતી.

ચેટ દ્વારા શરૂઆત કર્યા બાદ આ યુવતીઓ ફેસબુક પર વીડિયો કોલ કરીને તેને રેકોર્ડ કરી લેતી હતી. તેના પછી આ યુવતીઓ વ્હોટ્એપ પર તેમની સાથે કેટલીક વધારે અંતરંગ વાતો કરવા લાગતી હતી. ભારતીય અધિકારીઓને લાગ્યું હતું કે તે ભારતીય યુવતીઓ સાથે વાત કરે છે અને આ પ્રકારે તે આઈએસઆઈના કોલ સેન્ટર દ્વારા હનીટ્રેપમાં ફસાઈ જતી હતી.

દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે આ વાતનો ખુલાસો ત્યારે થયો, જ્યારે ગુપ્તચરોએ દિલ્હીની એક મહિલા સાથે પૂછપરછ કરી હતી. મહિલાની વય 30થી થોડાક વધુ વર્ષ રહી હશે. તેણે જણાવ્યુ કે તે જ્યારે પાકિસ્તાન ગઈ હતી, ત્યારે પાકિસ્તાની કસ્ટમ વિભાગે તેની પાસેથી તેનું સિમકાર્ડ અને ફોન બંને જપ્ત કરી લીધા હતા.

સૂત્રોએ જણાવ્યુ છે કે તપાસ દરમિયાન ખુલાસો થયો કે દિલ્હીના જ મોબાઈલ અને તેના સિમકાર્ડનો ઉપયોગ ઝેલમ શહેર ખાતે આઈએસઆઈ દ્વારા સંચાલિત પીટીસીએલના કોલસેન્ટરમાં થઈ રહ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યુ છે કે મહિલાની વાતોથી એ બાબતનો ખુલાસો થયો છે કે પાકિસ્તાની અધિકારી જે ભારતીય મોબાઈલ ફોન અથવા સિમ કાર્ડના ઉપયોગ પર રોકની વાત કરીને ફોન અને સિમ જપ્ત કરે છે, તે સિમ કાર્ડ અને ફોનનો ઉપયોગ પાકિસ્તાનની ધરતી પર થઈ રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ છે કે શરૂઆતમાં સેનાનો ગુપ્તચર વિભાગ એટલે કે મિલિટ્રી ઈન્ટેલિજન્સને આની ભનક ત્યારે આવી જ્યારે ભારતીય સુરક્ષા દળના કેટલાક અધિકારી ફેસબુક અને અન્ય સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા સ્કેન્ડલમાં ફસાઈ ગયા. બાદમાં જ્યારે ભારતીય મોબાઈલ નંબરોને ટ્રેક કરવામાં આવ્યા અને ભારતમાં સિમ કાર્ડના માલિકોની જાણકારી પ્રાપ્ત થઈ, ત્યારે ગુપ્તચર એજન્સીઓને આઈએસઆઈ દ્વારા ભારતીય અધિકારીઓ પર નજર નાખવાની કરતૂતનો ખુલાસો થયો હતો.

સૂત્રોએ કહ્યુ કે આ વર્ષે યુપી એટીએસે ફેસબુક પર મહિલાઓની 125 નકલી આઈડીની જાણકારી મેળવી અને તેનો ઉપયોગ આઈએસઆઈએ ભારતીય અર્ધલશ્કરી દળ અને સેનાના અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવા માટે કરવામાં આવ્યો હતો. આઈબી અને મિલિટ્રી એજન્સીએ નકલી એકાઉન્ટના ડેટા એટીએસને આપ્યા હતા.

બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયર નિશાંત અગ્રવાલ અને બીએસએફના જવાન અચ્યુતાનંદ મિશ્રાને ગત વર્ષ ઓક્ટોબરમાં આઈએસઆઈ દ્વારા હનીટ્રેપમાં ફસાવાયા બાદ ભારતીય એજન્સીઓએ પોતાના ડેટા અન્ય રાજ્યોની પોલીસોની સાથે શેયર કર્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની યુવતીઓએ ફેસબુક અને વ્હોટ્સએપ દ્વારા ભારતીય સુરક્ષા દળોના ઘણાં અન્ય જવાનો અને અધિકારીઓને પણ ફોસલાવ્યા છે. યુપી એટીએસની જેમ દિલ્હી પોલીસ ભારતીય સુરક્ષાદળોના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ સેંકડો આવી યુવતીઓના ફેસબુક એકાઉન્ટોને ફંફોસી રહી છે, જે આઈએસઆઈથી તાલીમ લઈ તેના માટે કામ કરતી હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code