1. Home
  2. ગુજરાતી
  3. ઓહ માય ગૉડ,દિવસમાં છ વખત જમે છે બૉલિવૂડની આ એક્ટ્રેસ,છતાં પણ છે ફિટ અને સુંદર
ઓહ માય ગૉડ,દિવસમાં છ વખત જમે છે બૉલિવૂડની આ એક્ટ્રેસ,છતાં પણ છે ફિટ અને સુંદર

ઓહ માય ગૉડ,દિવસમાં છ વખત જમે છે બૉલિવૂડની આ એક્ટ્રેસ,છતાં પણ છે ફિટ અને સુંદર

0
Social Share

બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફિલ્મી દુનિયામાં ખુબજ જાણીતી હસ્તી છે,બેશુમાર એક્ટ્રેસ અને ગોર્જિયસ લેડી છે,દીપિકા તેની ખુબસુરતી અને ફિટનેસના કારણે હંમેશા ચર્ચાનો વિષય રહી છે,તે પોતાની ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપે છે,પરફેક્ટ ફીગર અને ફ્લૉસેસ સ્કિન મેળવી તેના માટે આસાન નહોતું, દીપિકાએ પોતાને ફિટ અને શૅપમાં રાખવા માટે ખુબ જ મહેનત કરી છે,તો ચાલો આજે તમને જણાવીએ દીપિકાની ફિટનેસનું રહસ્ય

બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાના ડાયટને લઈને ખુબ જ પોપ્યુલર છે, એક રિપોર્ટસ મુજબ દીપિકા દિવસભરમાં 6 વખત નાના-નાના મીલ્સ લે છે,પરંતુ દીપિકા પોતાના ડાયટ પ્લાનમાં માત્ર હેલ્ધી ખોરાકનો જ સમાવેશ કરે છે.

દીપિકા સવારની શરુઆતમાં જાગતાની સાથે નવસેકુ ગરમ પાણી પીવે છે, હુંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ નાખીને તેનું સેવન કરે છે.

દીપિકા તેના સવારના નાસ્તામાં ખુબ ધ્યાન આપે છે,તે 2 ઈંડા, 2 બદામ,1 કપ લૉ ફેટ મિલ્ક,2 ઈડલી અથવા 2 પ્લેન ઢોંસા અથવા ઉપમાં જ લે છે

લંચ પહેલાં દીપિકા તાજા ફળો ખાય લે છે. ત્યાપ પછી તે બપોરના ભોજનમાં કઠોળ, રોટલી, શાકભાજી, કચુંબર અને દહીં જેવો સાદો અને ઘરનો જ ખોરાક લે છે. કેટલીકવાર દીપિકા પ્રોટીન માટે શેકેલી માછલીનો ઉપયોગ પોતાના ભોજનમાં કરે છે.

દીપિકા તેના સાંજના નાસ્તામાં ફિલ્ટર કોફી, બદામ, અને ફળો ખાવાનું પસંદ કરે છે, જે શરીરમાં ચરબી નથી બનવા દેતું.

આ પછી તે રાતના ભોજનમાં શાકભાજી,રોટલી, લીલા સલાડ, ફળોનો ઉપયોગ કરે છે.

આ સાથે તે પોતાને હાઈડ્રેટ રાખવા માટે નાળિયેર પાણી અથવા ફળોનો રસ પણ પીવે છે. દીપિકા સ્વીટમાં ડાર્ક ચોકલેટ ખાવાનું પસંદ કરે  છે.

રિપોર્ટ મુજબ દીપિકાની ડાયેટ નક્કી નથી. તે દરેક ફિલ્મોમાં જુદા જુદા રૉલ અનુસાર પોતાનો ખોરાક બદલતી રહે છે. ભોજન સિવાય દીપિકા તેના વર્કઆઉટ પર ખૂબ ધ્યાન આપે છે.તે હંમેશા કસરત કરે છે આ ઉપરાંત જીમ પણ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code