1. Home
  2. ગુજરાતી
  3. ગ્લેશિયર ઓગળતાની સાથે સમુદ્ધનું જળસ્તર વધતા IPCCએ વિશ્વને આપી મોટી ચેતવણી
ગ્લેશિયર ઓગળતાની સાથે સમુદ્ધનું જળસ્તર વધતા IPCCએ વિશ્વને આપી મોટી ચેતવણી

ગ્લેશિયર ઓગળતાની સાથે સમુદ્ધનું જળસ્તર વધતા IPCCએ વિશ્વને આપી મોટી ચેતવણી

0
Social Share
  • ઈંટરનેશનલ પેનલ એન ક્લાઈમેટ ચેન્જનો રિપોર્ટ
  • વિશ્વ સ્તરે આપી મોટી ચેતવણી
  • બરફીલા વિસ્તારોમાં થઈ રહ્યા છે અભૂતપુર્વ બદલાવ
  • દરિયાઈ જળસ્તર વઘી રહ્યું છે
  • ગ્લેશિયર ઓગળવું આવનારા ભવિષ્ય માટે ખતરો છે
  • દરિયાઈ જળસ્તર દર વર્ષે 3.6 સેમીની ઊંચાઈએ વધી રહ્યું છે
  • વર્ષ 2100 સુધી જળસ્તરની ઊંચાઈ 30 થી 60 સેમી પહોંચી શકે છે
  • આવનારા વર્ષોમાં ટાપુવાળા વિસ્તારોમાં રહેવું અસંભવ બનશે
  • કેટલાક દેશોમાં, વર્ષ 2100 સુધીમાં 80% બરફ ઓગળી જશે

વિશ્વભરમાં જે રીતે સમુદ્ધ અને બરફવાળા વિસ્તારોમાં જે બદલાવો આવી રહ્યા છે,જેનાથી ટાપુવાળા દેશોમાં નજીકના ભવિષ્યમાં માનવ વસ્તીને રહેવું મુશ્કેલ જ નહી પરંતુ અશક્ય સાબિત થઈ શકે છે.મોનાકોમાં આપવામાં આવેલ ઈંટરનેશનલ પૈનલ એન ક્લાઈમેટ ચેન્જનો એક ખાસ રિપોર્ટમાં વિશ્વને તાત્કાલીકના ઘોરણે પગલા ભરવા માટે ચેતવણી આપવામાં આવી છે.

 રિપોર્ટ પ્રમાણે સમુદ્ધ અને પૃથ્વી પર બરફ જામેલા વિસ્તારોમાં જે અભૂતપૂર્વ બદલાવ આવ્યા છે તેના પર જીણવટભરી રીતે ધ્યાન આપવાની જરુર છે,તે માટે સમગ્ર વિશ્વએ એક જુથ થઈને સમય રહેતા સાચીરીતે સાચી દિશામાં કાર્યવાહી કરવી જોઈએ.ઊંચા પહાડો પર આવેલા મોટા મોટા બદલાવોથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પર માઠી અસર પડી શકે છે,ગ્લેશિયરનો બરફ ઓગળતો જઈ રહ્યો છે, જેના કારણે જમીનનું ઘોવાણ,બરફના તોફાન,પહાડ તૂટવા,પૂર આવવા જેવી અનેક આફતો પહેલાના પ્રમાણ કરતા વધી ચૂકી છે.

રિપોર્ટમાં પણ ચેતવણી આપવામાં આવી છે કે, યૂરોપ,પૂર્વ આફ્રીકા એંડેસ,ઈન્ડોનેશિયા જેવા ક્ષેત્રોમાં વર્ષ 2100 સુધી આ ગ્લેશિયરનો 80 ટકા સુધીનો બરફ પીગળી જશે જેનાથી પાણીના પુરવઠા પર અસર પડશે અને પરિસ્થિતિ વધુ કથળશે,જેનાથી કૃષિ અને હાઇડ્રો પાવર જેવા ક્ષેત્રો પર અસર પડશે.

મીડિયાના એક એહવાલ મુજબ,વિશ્વ સમુદાયોને બરફથી પીગળતા અને સમુદ્ર વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાથી થનારા ખતરાને લઈને ચેતવણી આપવામાં આવી છે, તે પરાંત આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ધ્રુવીય અને પર્વતીય પ્રદેશોમાં ગ્લેશિયર અને બરફની ચાદર ઝડપથી અદૃશ્ય થઈ રહી છે. આને કારણે સમુદ્રના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને ગરમ પાણીવાળા સમુદ્ધ ક્ષેત્રમાં વધારો થઈ રહ્યો છે.

20મી સદીમાં સમુદ્ધનું સ્તર વૈશ્વિક સ્તર પર લગભગ 15 સેમી ઊચું હતુ ત્યારે હાલની સ્થિતિમાં તે બે ગણું વધી ચૂક્યું છે,વર્ષમાં તે અંદાજે 3.6 સેમીની ઊંચાઈએ વધી રહ્યું છે અને તેની ઝડપ સમય જતા વધી રહી છે.

જો વનારા સમયમાં આજ પરિસ્થિતિ રહેશે તો,2100 સુધી આ સ્તર 30-60 સેમી સુધી પહોંચતા વાર નહી લાગે,આ પરિસ્થિતિ ત્યારે સર્જવા પામી છે કે જ્યારે,ગ્રીનહાઉસ વાયુના પ્રમાણમાં વધારો થયો તો સમુદ્ધનું સ્તર 60 થી 110 સેમી સુધી પહોંચી શકે છે,ઈકો સિસ્ટમમાં આવેલા બદલાવોના કારણે પૂરની સ્થિતિ વધી જશે,સમુદ્ધ અને ઠંડા વિસ્તારોમાં વેલા બદલાવોના કારણે માનવ વસ્તીનું ટાપુ વાળા પ્રદેશોમાં રહેવું અશક્ય બનશે. ટ્રોપિકલ ચક્રવાતી હવાઓ,વરસાદ,ગ્રીનહાઉસ ગેસ નિકળવાની ઝડપ વધવાથી પણ સમુદ્ધના સ્તર વધવા અને ટાપુ વિસ્તારમાં આફત વવામાં વધારો થઈ શકે છે.

આઈપીસીસીના રિપોર્ટ પ્રમાણે, , સમુદ્રની ઇકો સિસ્ટમ પણ ઝડપથી બદલાઈ રહી છે. દરિયાની ગરમીના કારણે પાણીની સપાટીનું મિશ્રણ ઓછું થયું છે,જેનું પરિણામે દરિયાઇ જીવો માટે ઓછો ઓક્સિજન અને પોષક તત્ત્વોની ઓછી ઉપલબ્ધતાના ઘોરણે સામે આવે છે.

આઈપીસીસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, કે ગ્રીનહાઉસ વાયુઓના નિકળવા પર સખ્ત નિયંત્રણ રાખવું જોઈએ. ઉપરાંત, ઇકો સિસ્ટમ બચાવવા અને પુનર્સ્થાપિત કરવાને પણ પ્રાધાન્યત આપવું  જોઈએ. પ્રાકૃતિક સંસાધનોનો જેટલી સમજદારીથી ઉપયોગ કરવામાં આવશે, તેટલી જ સરળતાથી સમુદ્ર અને ઠંડા વિસ્તારોનું જતન કરી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code