- જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં અથડામણ
- સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. તે ઓપરેશન હજીપણ ચાલુ છે.
ઠાર કરવામાં આવેલા આતંકીની પાસેથી હથિયાર જપ્ત થયા છે. આના પહેલા 28 સપ્ટેમ્બરે પણ આતંકી અને સેનાની વચ્ચે અથડામણ થઈ હતી. તેમા ઘણાં આતંકીઓ ઠાર કરવામાં આવ્યા હતા.
આના પહેલા જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે બે અલગ-અલગ સ્થાનો પર થયેલી અથડામણમાં છ આતંકીઓ ઠાર થયા હતા. જેમાં ત્રણ પાકિસ્તાની આતંકી હતા. આ અથડામણોમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
પોલીસ સૂત્રો પ્રમાણે, ઉત્તર કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના નારનાગ વન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર થયા હતા. સૂત્રો પ્રમાણે, આતંકવાદીઓના આ સમૂહે તાજેતરમાં ગુરેજ સેક્ટરમાં એલઓસીથી ઘૂસણખોરી કરી હશે.
પાકિસ્તાન ગત ત્રણ દિવસોથી ગુરેજ સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સંરક્ષણ સૂત્રોનું કહેવું છે કે આના દ્વારા પાકિસ્તાન ઘૂસણખોરી કરવાની કોશિશો કરી રહ્યુ છે. અન્ય ઘટનામાં જમ્મુ ક્ષેત્રના રામબન જિલ્લાના થોર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર થયા હતા.
આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસ્યા હતા અને ત્યાં રહેલા લોકોને બંધક બનાવ્યા હતા. બાદમાં બંધકોને છોડાવવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન ગોળીબારમાં એક જવાન શહીદ થઈ ગયો હતો. તો બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઠાર થનાર આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી હતો. તેની પાસેથી હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો હતો.