ભારતની વિરાંગાનાઓ ભાગ-7: 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની તલવારે અંગ્રેજોની સત્તાને પડકારવાનું દેખાડયું હતું પરાક્રમ
સાહિન મુલતાની
રાણી લક્ષ્મીબાઈ એટલે ચતુર,પરાક્રમી અને બલિદાનનો ત્રિવેણી સંગમ,આજે પણ જ્યારે કોઈ સ્ત્રી બહાદુરીનું કાર્ય કરે તો રાણી લક્ષ્મીબાઈની ઉપમા આપવામાં આવે,મુળ નામ મણીકર્ણિકા,લોકો મનું કહીને સંબોધતા,પિતા પેશ્વાના ત્યા કામ કરતા હોવાથી પેશ્વાઓએ પુત્રી જેમ રાખ્યા,તેમનું શિક્ષણ ઘરે જ થયું હતું,બાળપણમાં તેમણે નિશાનેબાજી,ઘોડેસવારી અને તલવારબાજી શીખી લીઘી હતી.
વર્ષ 1842મા તેમના લગ્ન 40 વર્ષના ગંગાઘરરાવ સાથે થતા તેમને લક્ષ્મીબાઈ નામ આપવામાં આવ્યું,પતિના અગાઉ એક લગ્ન થઈ ચુક્યા હતા,તેમને કોઈ સંતાન નહોતા,લક્ષ્મીબાઈને એક સંતાન થાય છે મૃત્યુ પામે છે, જેને લઈને પુત્રની ઘેલછા રાખનાર ગંગાઘરને ખુબ આઘાત લાગતા પથારીવસ થઈ જતા મૃત્યુ સુધી પથારીમાં જ રહે છે,વર્ષ 1853મા મૃત્યુ થાય છે.
પછી લક્ષ્મીબાઈ દુરંદેશી અને કુશાગ્ર બુધ્ધિનો પરિચય આપતાં પાંચ વર્ષના બાળક દામોદર રાવને દત્તક લે છે,તે સમયે ડેલહાઉસીની ખાલસાનીતિનું જોર હતું,તેઓની નજર ભારતની ઉત્તરે મધ્ય પ્રદેશમાં આવેલા ઝાંસી પર હતી,મહારાજાના અવસાન પછી અંગ્રેજોએ દામોદરરાવને ઉત્તરાઘિકારી ગણવાની ના પાડીને ઝાંસીને અંગ્રેજ સરકારનો ભાગ જોહેર કરતા લક્ષ્મીબાઈને પેન્શન રુપે 5 હજાર આપવાનું નક્કી કર્યુ, જો કે લક્ષ્મીબાઈએ સખ્ત વિરોધ કરીને કહ્યું, “મે અપની ઝાંસી નહી દુંગી”
ડેલહાઉસીની રાજ્ય હડપવાની ખાલસા નીતિ-પ્રમાણે, અંગ્રેજોએ બાળક દામોદર રાવને ઝાંસી રાજ્યનો ઉત્તરાધિકારી ન માનતા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં ભેળવવાના પ્રયત્નો કર્યા,ત્યારે લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગની સલાહ લઈને લંડનની અદાલતમાં કેસ કર્યો.અનેક દલીલો બાદ બાળક દામોદરને બિનલાયક ગણાવાયો.લક્ષ્મીબાઈએ હાર ન માનતા ગમે તે રીતે ઝાંસી જીતવાનો નિર્ણણ લીધો.ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું કેન્દ્ર બનતા હિંસાએ અસ્તિત્વ જમાવ્યું,લક્ષ્મી બાઈએ સ્વંયમ સેના સંગઠન બનાવી,જેમાં મહિલાઓની ભરતી કરીને તેમને યુદ્ધની તાલિમ આપવામાં આવી.
પાડોશી પ્રદેશ ઓચ્છાના રાજા દિવાન નત્થેખાને લક્ષ્મીબાઈ પર હુમલો કરીને હારનો સામનો કર્યો,ત્યાર પછી તે અંગ્રેજો સાથે મળીને રાણીની વિરુદ્ધ કાવતરા ઘડવાના શરુ કર્યા,અંગ્રેજો આધુનિક શસ્ત્ર અને સૈનાથી સજ્જ હતા, તો લક્ષ્મીબાઈ પાસે થોડા ઘણા ગુલામ ખાન અને ખુદાબક્ષ જેવા વફાદાર અને સાહસિક સૈનિકો હતા, દગોકરીને અંગ્રેજોએ ઝાંસીના કિલ્લામાં ઘૂસીને હુમલો કર્યો ત્યારે લક્ષ્મીબાઈએ પોતાના પુત્રને કપડાંથી ઠોસરીતે બાળકને પીઠ પાછળ બાંધી પોતાના ઘોડાની લગામ મોંઢામાં લીધી અને બન્ને હાથે તલવારના ઘા વિંઝતી-વિંઝતી દુશ્મનો પર હુમલો કરતા આગળ વધ્યા, અને ‘જે કર ઝુલાવે પારણું, તે કર શાસન પર કરતું રાજ’ આ કહેવત સાર્થક કરી બતાવી.
વર્ષ ૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબરના સમયમાં બાજુના પ્રદેશોના રાજાઓંએ ઝાંસી પર આક્રમણ કર્યુ.રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા.૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું શરુ કર્યુ અને માર્ચ મહીનો આવતા આવતા આખા ઝાંસીને ઘેરી લીધુ.રાણી ત્યારે 4 હજાર જેટલા સૈનિકો સાથે અંગ્રેજો પર આક્રમણ કરવા તૌયાર થયા પરંતુ રાણી તેમના સામે હારી ગયા જો કે રાણી લક્ષ્મી બાઈ અંગ્રેજોના હાથમાંથી ભાગવામાં તો સફળ રહ્યા જ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.
કાલપીથી ભાગ્યા પછી અંગ્રેજોથી ઘેરાયેલી રાણી ગ્વાલિયર રાજાના શરણે જઈ મદદ માંગતા તેઓ એ મદદનો ઈનકાર કર્યો,અંગ્રેજોની સેના સતત તેમનો પીછો કરતી હતી, બે દિવસ વિતી ગયા પછી રાણી થાક્યા,અનેક ઈતિહાસના પાનામાં લખાયેલા શબ્દો મુજબ,17 જુન 1857ના રોજ દુશ્મનો વચ્ચે ઘેરાય ચૂકેલી રાણીએ એકલે હાથે અનેક દુશ્મનોને ઘૂળ ચટાડી,માથાના ભાગે ગંભીર રીતે ઘવાયા પછી પમ તેઓ સતત દુશ્મનોને માત આપતા રહ્યા હતા,હવે રાણીનું શરીર અનેક ઘાવથી છીન્ન થઈ ગયેલું જેને કારણે નદીના વોંકળામાં ફસડાઇ પડયા ને 18મી જુનના રોજ શહાદત ઓરી ગયા.