આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યુ છે કે આજના ગ્રાહકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે, કારણ કે નવી તકનીકના આ તબક્કામાં ઘણી સેવાઓ ઘણી સસ્તી અથવા નિશુલ્ક મળી રહી છે. જો કે તેમણે સવાલ કર્યો છે કે જોવાની વાત એ હશે કે શું આવું આગળ પણ ચાલુ રહેશે?
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકના એક સત્રને સંબોધિત કરતા રઘુરામ રાજને મંગળવારે કહ્યુ છે કે મોટા ઉદ્યોગોથી આપણે ઘણો ફાયદો થઈ રહ્યો છે. ઘણી કંપનીઓમાંથી કાબેલિયતનો ફાયદો મળી રહ્યો છે. તેની સાથે જ ગ્રાહકોને પણ ઓછી કિંમત પર સેવાઓ મળી રહી છે. જેનાથી જનતાને ફાયદો થઈ રહ્યો છે. રઘુરામ રાજને ઉદાહરણ આપતા કહ્યુ છે કે ગૂગલ ઘણી સેવાઓને મફતમાં ઉપલબ્ધ કરાવે છે. રાજન શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કરી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે તેઓ જાણે છે કે કંઈપણ મફત આવતું નથી, તેવામાં એ જાણવું જરૂરી છે કે જ્યારે ગ્રાહકોને કંઈક મફતમાં મળી રહ્યું છે, તો તેના માટે કિંમત કોણ અદા કરી રહ્યું છે? રાજને કહ્યુ છે કે નિશ્ચિતપણે તેમને કોઈક અન્ય ઠેકાણેથી નાણાં મળી રહ્યા છે. આપણે એ જાણવાની જરૂરિયાત છે કે જ્યારે ડેટા અને તકનીકી મંચની વાત આવે છે, તો શું ગ્રાહકો અને જાહેરાતો આપનારાઓના મહેસૂલની સરખામણી થઈ શકે છે. તેમણે કહ્યુ છે કે તેમણે એ વિચારવાની જરૂરત છે કે શું ભવિષ્યમાં આવી પ્રતિસ્પર્ધા ચાલુ રહેશે.
આ પરિચર્ચામાં વક્તાઓએ મોટા વિલય, ડિજિટલ મંચ અને બજારની અનિશ્ચિતતાઓ પર પણ વિચાર રજૂ કર્યા હતા. આ સત્રમાં ભાગ લેનારાઓમાં બેન્ક ઓફ અમેરિકાના ચીફ બ્રાયન ટી. મોયનિહાન, ગૂગલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રુથ પોરાટ અને બ્લેકસ્ટોન જૂથના સીઈઓ સ્ટીફન શ્વાર્જમેન સામેલ છે.