- કોરોનાના 6 પ્રકાર આવ્યા સામે
- છેલ્લા પ્રકારમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે
- પાંચમાં અને છઠ્ઠા પ્રકારમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે
- પ્રથમ પ્રકાર સામાન્ય તાવ જેવો છે ઘરે રહી કાળજી લઈ શકાય છે
- બીજા પ્રકારમાં ડાયેરીયા જેવા લક્ષણો જોવા મળે છે
- તમામ પ્રકારમાં સામાન્ય લક્ષણ ગંધ ન મેહસુસ થવી અને માથુ દુખવું છે
સમગ્ર વિશ્વમાં કોરોના નામની મહામારીએ હાહાકાર મચાવ્યો છે,ત્યારે કોરોનાને લઈને અવાર નવાર અનેક સંશોઘનો સામે આવતા હોય છે,વિશ્વભરના વૈૈજ્ઞાનિકો દ્રારા કોરોનાને લઈને અનેક રિસર્ચ હાથ ધરવામાં આવે છે ત્યારે હાલમાં જ વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રકારના લક્ષણ ઘરાવતી છ પ્રકારની કોરોના વાયરસની બિમારી અંગે ભાળ મેળવી છે,આ તમામ 6 પ્રાકરની બિમારીમાં એક લક્ષણ સામાન્ય જોવા મળે છે જેમાં કોઈ પણ પ્રકારની સુગંધ ન આવવી અને બીજુ માથામાં દુખાવો થવો ,આ લક્ષણો સામાન્ય જોવા મળ્યા છે.
વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્ટ્સ સોફ્ટવેરના માધ્યમથી સેકડો બાબતોનું વિષ્લેષણ કર્યું છે,લંડનની કિંગ્સ કોલેજના વૈજ્ઞાનિકે પોતોના રિસર્ચમાં જાણ્યું કે, કોરોના વાયરસની સરખામણીના આ 6 પ્રકારની બાબતમાં કોરોનાનો ખતરો 10 ગણો વધુ રહે છે,જેમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
વૈજ્ઞાનિકોએ કરેલી આ નવી શોધ બાદ કોરોના વાયરસના મામલે સૌથી વધુ ખતરો ધરાવનાર દર્દીઓની સરળતાથી ભાળ મેળવી શકાશે,આ શંસોધનના માધ્યમથી વૈજ્ઞાનિકોએ અમેરીકા અને બ્રિટનના 1600 કોરોના સંક્રમિત દર્દીઓની માહિતીનું વિશ્લેષણ કર્યું છે.
કિંગ્સ કોલેજ લંડનના ક્લેયર સ્ટીવ્સએ ક્હયું કે,જો આ બિમારી થયાના 5મા દિવસે ખબર પડી શકે છે કે દર્દીને કોરોના વાયરસની બીમારી કઈ કેટેગરીમાં છે તો સમય રહેતા તેની સંભાળ કરી શકાય છે કાળજી લઈ શકાય છે.
આ સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે,જ્યારે કોરોનાના ઓછા ખતરનાક વાયરસની બિમાર થવા પર સૌથી ઓછા એટલે કે નહીવત લક્ષણ હોય ત્યારે ફ્લૂ જેવા લક્ષણો હોય છે,જેમાં સાધારણ તાવ આવવો અથવા તો તાવ ન પણ આવે,ત્યારે ત્રીજા પ્રકારના કોરોના વાયરસની બિમારીમાં ડાયેરીયાના લક્ષણો જોવા મળે છે,જ્યારે ચોછાઅનેપાંચમાં અને છઠ્ઠા કોરોના વાયરસની બિમારીના પ્રકારમાં થકાન,મુંજવણ,શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી જેવા મોટા લક્ષણો જોવા મળે છે.
આ રિસર્ચમાં મળતી જાણકારી મુજબ,પ્રથમ પ્રકારના કોરોના વાયરસની બિમારના 1.5 ટકા દર્દીઓ બીજા પ્રકારની બિમારીમાં 4.4 ટકા દર્દીઓ અને ત્રીજા પ્રકારની બિમારીમાં માત્ર 3.3 ટકા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવું જોવા મળે છે,ત્યારે તે સાથે જ ચોથા અને પાંચમાં તથા છઠ્ઠા પ્રકારના દર્દીઓમાં આ આંકડો 8.6 ટકા,9.9 ટકા અને 19.8 ટકા સુધી જોવા મળ્યો છે.
કોરોના વાયરસના આ છઠ્ઠા પ્રકારમાં જોવા મળ્યું છે કે સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ચોક્કસ પણે જરુર પડે છે,જ્યારે પહેલા પ્રકારના કોરોનાના 16 ટકા દર્દીઓ ઘરે પણ સારવાર લઈ શકે છે તેઓને હોસ્પિટલ જવાની જરુર પડતી નથી.
આ રીતે કોરોના વાયરસની બિમારીને 6 જુદા જુગા પ્રકારમાં ઉલ્લેખ કરવામાં આવી છે,જેમાં દરેક તબક્કે જુદા જુદા લક્ષણો જોવા મળતા હોય છે,તે સાથે જ છેલ્લા એટલે કે છઠ્ઠા તબક્કે દર્દી સિરિયસ જોવા મળે છે