કાશ્મીરમાં બની રહ્યો છે દેશનો પ્રથમ’ કેબલ રેલ્વે બ્રિજ’ -જાણો આ કેબલ બ્રિજના પડકારરુપ કાર્ય અને સફર વિશે
- દેશનો પ્રથમ કેબલ રેલ્વે બ્રિજ કાશ્મીરમાં
- અંજી પુલ બનાવવાનું કાર્ય પડકાર રુપ
- આ પુલ પરથી કટરાની મુસાફરી દરમિયાન અદભુત નજારો જોવા મળશે
- રેલ્વે મંત્રીએ ટ્વિટ કરીને આપી આ વિશે માહિતી
- એન્જિનિયરો માચે અત્યંત તૂટેલી ખડકો વચ્ચે કામ કરવું પડકાર સમાન
- કર્મચારીઓને આધુનિક સુવિધા અને સાધનો પુરા પાડવામાં આવે છે
- આ બ્રિજની ઊંચાઈ નદીની સપાટી પરથી 331 મીટર છે
- બ્રિજની લંબાઈ 473.25 મીટર છે
- બ્રિજને સપોર્ચટ આપવા 96 કેબલની જાળ બવાનનામાં આવશે
દેશના છેવાડાનો પ્રદેશ અને દેશની જન્નત ગણાતો વિસ્તાર એવા જમ્મુ કાશ્મીરમાં રેલ્વે વિભાગ પોતાનો વિસ્તાર વધારવાની ગતિમાં ખુબ ઝડપથી કાર્ય કરી રહી છે,આ સાથે જ આપણા દેશનો સૌથી પહેલો રેલ્વે કેબલ બ્રિજ પણ આ સુંદર વિસ્તાર કાશ્મીરમાં બનવા જઈ રહ્યો છે,આ બ્રિજ કટરા અને રિયાસી વચ્ચે બનતા તે દેશનો પ્રથમ રેલ્વેનો કેબલ પર સ્થિત બ્રિજ સાબિત થશે.
રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ એ આ બ્રિજને લઈને એક ટ્વિટ કર્યુ છે,રેલ્વે મંત્રીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કેબલ બ્રિજ સાથેનો એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે,જેમાં અંજી પુલને ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું છે.તેમણે પોતે કરેલા ટ્વિટમાં લખ્યું છે કે, આ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લીંક પરિયોજનાનો એક ભાગ છે,જે કાશ્મીર વિસ્તારમાં રેલ્વેના નેટવર્કને મજબુત બનાવશે અને રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા પ્રદાન કરશે,
વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે,આ શાનદાર અંજી પુલ કટરા અને રિયાસી વચ્ચે બનવા જઈ રહ્યો છે,આ સાથે જ વીડિયામાં દેશના પ્રથમ રેલ્વે કેબલ બ્રિજ સાથે જોડાયેલી કેટલીક ખાસિયતો પણ દર્શાવવામાં આવી છે,વીડિયો મુજબ આ બ્રિજની લંબાઈ 473.25 મીટર છે,જ્યારે કેબલ રેલ બ્રિજ માટે બનાવવામાં આવી રહેલ થાંભલાની ઊંચાઈની જો વાત કરીએ તો તે નદીની સપાટી પરથી 331 મીટર છે,આ સાથે જ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે,આ બ્રિજને સપોર્ટ આપવા માટે થાંભલાથી 96 કેબલની જાળી બનાવવામાં આવશે,આ ખાસ પ્રકારની ડિઝાઈન આ બ્રિજને ભારે પવન અને ભયંકર તોફાનમાં અડગ રહેવા મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે,કઠિન ભૌગલિક પરિસ્થિતિઓમાં બની રહેલા આ કેબલ રેલ બ્રિજ એન્જિનિયરો માટે ખાસ પ્રકારનો એક પડકાર છે,આ અંજી નામક પુલ ચિનાબ દરિયા પર બનાવવામાં આવી રહ્યો છે,આ પુલ બનાવવાના કાર્યમાં જોતરાયેલા કર્મચારીઓ,એન્જિનિયરોની સુરક્ષા બાબતે પણ ખાસ પ્રકારનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે,કોંકણ રેલ્વે કોર્પોરેશનને આ બ્રિજ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે,બ્રિજના બાંધકામ માટે જે ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે 25 મેટ્રિક ટન સુધીનો વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે જ્યા આ અંજી પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાનું ભૂ-વિજ્ઞાન ખુબજ જટિલ છે,અત્યંત તૂટેલી અને જોડેલી ખડકો વચ્ચે આ બ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. કેબલ આધારિત બ્રિજ માટે એક ઉચ્ચ સ્તંભ પણ બનાવવામાં આવી રહ્યો છે, જેના પર બંને બાજુ કેબલ બાંધવામાં આવનાર છે. બ્રિજના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓને આધુનિક સાધનો અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં જમ્પ શટરિંગના ઉપયોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે,
સાહીન-