‘બકરી ઈદ’ પર્વ પર પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ-આપ્યો સંદેશ’ ન્યાયપ્રિય સમાજ બનાવાનો કરો સંકલ્પ’
- દેશમાં આજે બકરી ઈદની ઉજવણી
- પીએમ મોદી સહીત રાજનાથ સિંહ,રાહુલ ગાંધી અને પ્રિયંકા ચોપરાએ પાઠવી શુભેચ્છાઓ
- પીએમ મોદીએ શાંતિ અને ભાઈચારોનો શંદેશ આપ્યો
સમગ્ર દેશભરમાં આજે ઈદ-ઉલ-અઝાહની ઉજવણી કરવામાં આવી રહી છે,કોરોના મહામારીને કારણે દરેક મુિસ્લિમ બિરાદરો દ્રારા પોતાના ઘરે રહીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આ પર્વ મનાવવામાં આવી ર્હયા છે ત્યારે દેશના મહાન નેતાઓએ ટ્વિટ કરીને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છઆઓ પાઠવી હતી.
સમગ્ર દેશમાં ઈદના પ્રવની ઉજવણી થઈ રહી છે ત્ય.ારે દેશની રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ આજ રોજ સવારે ઈદની નમાજ અદા કરી હતી. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6:05 કલાકે નમાજ પઢાવવામાં આવી હતી જેમાં કોરોના સંકટના કારણે જામા મસ્જિદમાં નમાજ પઢવા આવેલા લોકોને વારંવાર મસ્જિદ પ્રશાસનને અંતર જાળવીને નમાજ પઢવાનું જણાવ્યું હતું.
ઈદ-ઉલ-અઝાહના પાવન તહેવાર પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને કોંગ્રેસ મહાસચિવ સહીત કેટલાક નેતાઓએ દેશવાસીઓને બકરી ઈદની શુભકામનાઓ પાઠવી છે.
પીએમ મોદીએ આ તહેવાર પર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને કહ્યું કે,”આ બકરી ઈદનો પાવન પર્વ પર આપણાને એક ન્યાયપૂર્ણ, સૌહાદપૂર્ણ મધુર અને સમાવેશી સમાજના નિર્માણ માટે પ્રેરિત કરશે,પીએમ મોદીએ કહ્યું કે,તેઓ આશા સેવી રહ્યા છે કે,બકરી ઈદનો આ તહેવાર આપણા વચ્ચે ભાઈચારો અને દયાની ભાવનાને હજુ વધુ આગળ ધપાવશે”
રક્ષામંત્રીલ રાજનાથ સિંહએ ટ્વિટ કરીને કહ્યું કે,;પ્રાર્થના કરીએ છીએ કે આ તહેવાર સમાજમાં ભાઈચારાની ભાવનાને મજબુત કરે;
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઈદની શુભેચ્છા પાઠવતા ટ્વિટર પર કહ્યું કે, “કોરોના મહામારીને જોતા સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા તેમણે ઈદ ઉલ અઝાહની નમાઝ પોતાના નિવાસ સ્થાન પર જ અદા કરી,અને દેશની સમૃદ્ધી ,શાંતિ-એકતા, તંદુરસ્તી અને સલામતી માટે દુઆ કરી”
પ્રિયંકા ગાંધી વાડરાએ ઈદની શુભેચ્છાઓ આપતા કહ્યું કે,”આપ સૌને ઈદ-ઉલ-અઝાહની ખુબ શુભેચ્છાઓ,આ તહેવાર પર હું તમારા બધાની અને દેશની શાંતિ, ભાઈચારા અને પ્રગતિ માટે પ્રાર્થના કરું છું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ બકરી ઈદ માટે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે”
તો બીજી તરફ ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ બકરી ઈદના પર્વ પર શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે,”ઈદ ઉલ અઝાહ અટલે કે બકરી ઈદ મબારક અને તેની શુભકામનાઓ,કોરોના મહામારીને કારણે આ તહેવાર પણ સાદગી સાથે પોતાનાન ઘરમાં જ મનાવો જેથી કરીને કોરોનાથી સુરક્ષિત રહી શકીએ અને આ પર્વ પર જરુરીયાતમંદ લોકોની મદદ કરવાનું ન ભુલશો”
સાહીન-