- કોરોનાનું ઉદ્દગમ સ્થાન મનાતા ચીન વિરુદ્વ અનેક દેશો કરી રહ્યા છે બહિષ્કાર
- ચીનમાં રહેલી અનેક વિદેશી કંપનીઓ ચીન છોડવા માટે થઇ રહી છે તૈયાર
- ચીનમાંથી 24 જેટલી કંપનીઓ ભારતમાં મોબાઇલ યુનિટ માટે કરશે રોકાણ
કોરોના વાયરસનું ઉદ્દભવ સ્થાન મનાતા ચીનનો અત્યારે અનેક દેશો બહિષ્કાર કરી રહ્યા છે. ચીનમાં રહેલી અનેક કંપનીઓ ચીનમાં રહેલા તેમના બિઝનેસને બંધ કરવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓને ભારતમાં આકર્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. હવે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સથી લઇને એપલ સુધીની કંપનીઓના એસેમ્બલી પાર્ટનર્સ ભારતમાં રોકાણ કરવા માટે તત્પર છે.
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ સામાન બનાવતી અનેક કંપનીઓ માટે માર્ચમાં ઘણા પ્રકારના પ્રોત્સાહનની જાહેરાત કરી હતી. તેના પરિણામરૂપે અંદાજે 24 જેટલી કંપનીઓએ ભારતમાં મોબાઇલ ફોન યુનિટ લગાવવા માટે 1.5 અબજ ડોલરનું રોકાણ કરવા માટે તૈયાર થઇ છે.
મહત્વનું છે કે, સેમસંગ ઉપરાંત ફોક્સકોન, વિસ્ટ્રોન કોર્પ અને પેગાટ્રોન કોર્પએ પણ ભારતમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ભારતે ફાર્મા સેક્ટર માટે પણ આ પ્રકારની નીતિઓની જાહેરાત કરી હતી. જેમાં ઓટોમોબાઇલ, ફૂડ પ્રોસેસિંગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ પણ સામેલ હતો.
(સંકેત)