- ડ્રીમ 11 ને આઈપીલ 2020 માટે મળી ટાઈટલ સ્પોન્સરશિપ
- 222 કરોડમાં ખરીદી લીધા રાઈટ્સ
- સ્પોન્સરની હોડમાં અનેક કંપનીઓ હતી જેમાં ડ્રીમ 11 એ બાજી મારી છે
ચીન અને ભારત તણાવ બાદ ચીનની દેરક ચીજ વસ્તુના બહિષ્કારે જોર પકડ્યું હતું ત્યાર બાદ દેશની સરકાર દ્વારા અનેક ચાઈનિઝ એપ પર બેન લગાવવામાં આવ્યો ,ત્યાર બાદ ચાઈનિઝ કંપનીની ક્રિકેટમાંથી પણ સ્પોન્સરશિપ હટાવવામાં આવી, દર વર્ષે વીવો સ્પોન્સશિપમાં મોખરે રહેતું હતું ત્યારે આ વર્ષ દરમિયાન વીવોને હાંકી કાઢવામાં આવ્યું છે અને તેનું સ્થાન ડ્રીમ 11 ને આપવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા સમયથી વીવોને હટાવ્યા બાદ એ વાતે જોર પકડ્યું હતું કે પતંજલિ આઈપીએલના મુખ્ય સ્પોન્સર તરીકે જોવા મળશે,જો કે આવું બન્યું નથી આ રેસમાંથી પતંજલિ બાકાત જોવા મળી છે,તે સિવાયની બાયજૂ, અન-એકેડમી, તાતા સન્સ અને ડ્રીમ ઈલેવન જેવી કંપનીઓ હવે રેસમાં જોવા મળી હતી જેમાં ડ્રીમ 11એ બાજી મારી છે.
ક્રિકેટ બોર્ડ દ્વારા આજરોજ નવા સ્પોન્સરની જાહેરાત કરવામાં આવી છે, જેનો કરાર માત્ર આ સિઝન પુરતો જ છે. અફઘાનિસ્તાનમાં શાપેજા ક્રિકેટ લીગ 6થી 18 સપ્ટેમ્બર સુધી રમાશે. એટલા માટે અફઘાની ખેલાડી પણ આઇપીએલની શરૂઆતની મેચોમાં બહાર રહી શકે છે.
આઈપીએલ 2020 માટે ચાઈનાની કંપની વીવોના બદલે એક નવા ટાઈટલ સ્પોન્સરનું એલાન કરવામાં આવી ચૂક્યુ છે, વીવોને સિઝન 13માથી હાંકી કાઢ્યા પછી ડ્રીમ 11 ને આ વર્ષ દરમિયાન આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશિપ મળવા પામી છે.Dream 11 ને 250 કરોડ રુપિયામાં આઈપીએલ 2020 સિઝન માટે સ્પોન્સરશિપ રાઈટ્સ ખરીદ્યા છે.આ રકમ વીવોના વાર્ષિક 440 કરોડ રુપિયાથી 190 કરોડ રુપિયા ઓછી છે, ટાઈટલ સ્પોન્સર અધિકારની હોડમાં ટાટા સમૂહ પણ સામેલ હતું.
સાહીન-