1. Home
  2. ગુજરાતી
  3. રશિયા કોરોનાની વેક્સીન ‘સ્પૂતનિક 5’ બનાવવા ભારત સાથે કરી શકે છે ભાગીદારી
રશિયા કોરોનાની વેક્સીન ‘સ્પૂતનિક 5’ બનાવવા ભારત સાથે કરી શકે છે ભાગીદારી

રશિયા કોરોનાની વેક્સીન ‘સ્પૂતનિક 5’ બનાવવા ભારત સાથે કરી શકે છે ભાગીદારી

0
Social Share
  • રશિયા કોવિડ-19ની વેક્સીન માટે ભારત સાથે કરી શકે છે ભાગીદારી
  • સુક્ષ્મજીવ સંસ્થાન અને REDIMA એ સંયુક્તપણે સ્પૂતનિક-5 વેક્સીન વિકસીત કરી
  • કોવિડ-19ની સારવાર માટે આ વેક્સીન અસરકારક રીતે કામ કરે છે: પુતિન

રશિયા કોવિડ-19ની વેક્સીન સ્પૂતનિક 5ના ઉત્પાદન માટે ભારતની સાથે ભાગીદારી પર વિચાર કરી રહ્યું છે. રશિયા પ્રત્યક્ષ રોકાણ ફંડના મુખ્ય કાર્યકારી અધિકારી કિરીલ દમિત્રિએવે આ જાણકારી આપી હતી.

આપને જણાવી દઇએ કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન એ જાહેરાત કરી હતી કે તેમના દેશે કોવિડ 19 સામે વિશ્વની પ્રથમ વેક્સીન બનાવી લીધી છે, જે ઘણી અસરકારક રીતે કામ કરે છે અને આ બીમારી વિરુદ્વ સ્થિર પ્રતિરક્ષા આપે છે.

સુક્ષ્મજીવ વિજ્ઞાન શોધ સંસ્થાન અને આરીડીઆઇએમએ સંયુક્તપણે સ્પૂતનિક 5 ને વિકસિત કરી છે. આ વેક્સીનનું હજુ મોટા પાયે પરીક્ષણ નથી થયું.

અત્યારે લેટિન અમેરિકા, એશિયા અને પશ્વિમ એશિયાના અનેક દેશો આ વેક્સીનના ઉત્પાદમાં ઇચ્છુક છે.

કિરીલ દમિત્રિએવે કહ્યું કે આ વેક્સીનનું ઉત્પાદન મહત્વપૂર્ણ મુદ્દો છે અને હાલ અમે ભારતની સાથે ભાગીદારીની અપેક્ષા રાખી રહ્યા છે. વેક્સીનના ઉત્પાદન માટે થનારી આ ભાગીદારીઓ વેક્સીનની માંગને પહોંચી વળવા માટે અમને સક્ષમ બનાવશે. રશિયા આંતરરાષ્ટ્રીય સહયોગની આશા રાખી રહ્યું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code