1. Home
  2. ગુજરાતી
  3. ‘વર્ક ફ્રોમ હોમ’થી સાયબર સિક્યોરિટી પાછળ અનેક કંપનીના ખર્ચમાં થયો વધારો
‘વર્ક ફ્રોમ હોમ’થી સાયબર સિક્યોરિટી પાછળ અનેક કંપનીના ખર્ચમાં થયો વધારો

‘વર્ક ફ્રોમ હોમ’થી સાયબર સિક્યોરિટી પાછળ અનેક કંપનીના ખર્ચમાં થયો વધારો

0
Social Share
  • વર્કફ્રોમ હોમ અનેક કંપનીઓને ભારે પડ્યું
  • સાઈબર સિક્યોરિટીના ખર્ચમાં થયો વધારો
  • વર્ક ફ્રોમ હોમને ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ પ્રોત્સાહન મળ્યું
  • કંપનીઓના નેટવર્ક પર જોખમના કારણે સાયબર સિક્ટોરિટી અનિવાર્ય

સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે સામાન્ય જીવનજીનવ થોડું બદલાયેલું જોવા મળે છે, અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્કફ્રોમ હોમ પણ આપ્યું જેથી કરીને કોરોનાથી બચીને ઘરે સુરક્ષીત રહીને કાર્ય કરી શકાયે , વર્કફ્રોમ હોમને રાજ્યસરકાર દ્વારા ઘણું પ્રોત્સાહન મળ્યું છે,જો કે સારી બાબતો વચ્ચે અનેક કંપનીઓના કર્મચારીઓના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક – વીપીએન ને જોખમ પણ છે, કારણ કે સમગ્ર કાર્ય ઓનલાઈન કરવાથી અનેક ડેટા લીક થવાની શક્યતાઓ અને હેકર્સ દ્વારા કંપનીઓને નુકશાન પહોંચાડવાના કાવતરાઓ આ તમામ બાબતે કંપનીએ સતર્ક રહંવું પડે છે જેના કારણે તેમના ખર્ચ બમણા થયા છે.

અનેક નાની અને મોટી કંપનીઓએ સાયબર સિક્યોરિટી માટે એક મહિનાના 4 થી 5 લાખ રુપિયા જેટલી મોટી રકમ સિક્યોરિટી માટે ખર્ચ કરવી પડતી હોય છે, આધુનિક હેકર્સ દ્વારા કોમ્પ્યુટર નેટવર્ક પર બી.ઓ.ટી.થી જાણીતા અને કોઈના પણ સર્વરને હેક કરવા માટે સતત ઓટોમેટિક એટેક કરતાં રહેતા સોફ્ટવેર પણ અસ્તિત્વમાં  આવ્યા છે, આ પ્રકારના સોફ્ટેવરનો વધુ પડતો ઉપયોગ બૅન્કના નેટવર્ક પર હુમલો કરવામાં આવતો હોય છે.

અનેક બેંકોમાં આ પ્રકારની ઘટના બનવાના કારણે બેંક સેક્ટરમાં સાયબર સિક્યોરિટી સખ્ત જરુરી બની છે, લોકડાઉનના કારણે અનેક હેકર્સ બેંકો જેવી નાણાકીય સંસ્થાઓ પર સતત એટેક કરતા રહે છે, ત્યારે આ બાબતે મોટા ભાગના હેકર્સ વર્કફ્રોમ હોમ કરતા કર્મચારીઓના કમ્યુટરને માધ્યમ બનાવીને પોતાના કાવતરાને અંજામ આપે છે, જેથી વર્કફ્રોમ હોમ પાછળ કંપનીઓએ લાખો રુપિયા વેડફવા હવે જરુરી બન્યા છે.

હેકર્સ દ્રારા માત્ર પૈસા જ ગાયબ થવા એટલું જ નહી પરંતુ કંપનીઓના ડેટાને પણ નુકશાન પહોંચાડવામાં આવે છે, ડેટા ચોરી કરવામાં આવે છે, આવી અનેક ઘટનાઓથી બચવા માટે કંપનીઓ સાયબર સિક્યોરિટી રાખી રહી છે .આ સાથે જ કોરોનાના કારણે ઓનલાઈન શિક્ષણમાં પણ હેકર્સએ પગપેસારો કર્યો છે,તેઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના ડેટા પણ આ રીતે તફડાવી લેવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સાયબર સિક્યોરિટી સતત સક્રિય રહેવું પડતું હોય છે.

ઓનલાઈન અને ડિજીટલ આધુનિક સમય હેકર્સના આ કાવતરાઓથી કંપનીઓ બિનજરૂરી ખર્ચાઓ તરફ વળી રહી છે. જેના કારણે કંપનીનું બજેટ પણ ખોરવાય રહ્યું છે. કંપનીના ડેટા સાચવવા માટે સાયબર એક્સપર્ટની મદદથી અનેક કંપનીઓએ દેખીતી રીતે એકસાયબર આર્મિ ગોછવવી પડતી હોય છે

સમગ્ર દેશમાં બીજી તરફ સૈન્યના પાયદળ, નૌકાદળ અને હવાઈદળની માફક જ સાયબસ સિક્યોરિટી પૂરી પાડતી કંપનીઓએ હેકર્સ પર વળતો હુમલો કરીને પોતાના નેટવર્કને બચાવવા માટ કે સાયબર એટેકને નાકામિયાબ બનાવવા માટેે રેડ ટીમ, એટેક થાય તો તેનું સોલ્યુશન તરત લાવવા માટે પર્પલ ટીમ અને મોનિટરિંગ કરવા માટે બ્લુ ટીમ જેવી ટીમને તૈનાત કરવી પડતી હોય છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે લોકો વર્કફ્રોમ હોમ કરતા થયા છે ત્યારે કંપનીઓ સાયબર સિક્યોરિટી પાછળ ખર્ચ કરે તે પણ અનિવાર્ય છે,એક રીતે જો જોવા જઈએ તો આ તમામ સાયબર સિક્યોરિટી માટે વર્ક કરતા લોકો ડિજિટલ વોરિયર જ કહી શકાય કે જેઓ સતત સક્રિય રહીને કંપનીનું રક્ષણ કરે છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code