ભારતે લઘુમતિ કોમની મહિલાઓ ઉપર થતા અત્યારચાર મુદ્દે પાકિસ્તાનને લીધુ આડેહાથ
દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના શાંતિની સંસ્કૃતિ ફોરમમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનની અસલીયત સામે લાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને લઘુમતી કોમની મહિલાઓ ઉપર અચત્યારાના મુદ્દે ભારતે આડેહાથ લીધું હતું.
ભારતે કહ્યું હતું કે, અમે ફરી એકવાર યુએનના મંચ ઉપર ભારતની વિરુદ્ધમાં પાકિસ્તાનની સ્પીચ સાંભળી છે. જો કે, પાકિસ્તાન પોતાના દેશ અને પોતાની સીમાઓ ઉપર સતત હિંસાની સંસ્કૃતિ અપનાવી રહ્યું છે. માનવ અધિકારને લઈને પાકિસ્તાનનો દયનીય રેકોર્ડ અને લઘુમતી કોમ સાથેના ખરાબ વર્તન દુનિયાના વિવિધ દેશ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. ઈશનિંદા કાયદાનો ઉપયોગ અહીં લઘુમતી કોમના વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે.
ભારતે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનમાં યુવતીઓ અને મહિલાઓની સ્થિતિ ખુબ જ દયનીય છે. તેમનું અપહરણ કરીને દુષ્કર્મ કરવામાં આવે છે. એટલું જ નહીં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના નિકાહ પણ કરાવવામાં આવે છે. ભારતના વિરુદ્ધમાં યાયાવિહોણા આક્ષેપ કરવાને બદલે પાકિસ્તાનના પ્રતિનિધિઓએ લઘુમતીઓ મુદ્દે પોતાની સિસ્ટમ અને રેકોર્ડ તરફ પણ જોવું જોઈએ.