1. Home
  2. ગુજરાતી
  3. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ: નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં એકંદર પરિણામો
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ: નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં એકંદર પરિણામો

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ: નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં એકંદર પરિણામો

0
Social Share
  • અમેરિકાની મર્કોમ કેપિટલે વિશ્વમાં સૌથી મોટા સોલાર પાવર ડેવલપર તરીકે રેંકીંગ આપ્યુ
  • પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8GW ના સોલર બીડ હાંસલ કરીને કુલ ક્ષમતા 14GW થતાં વર્ષ 2015માં 25GW ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્યાંકમાં એક કદમ આગળ વધી
  • પ્રથમ ત્રિમાસિક ગાળામાં રાવરા રાજસ્થાન ખાતે 50 MWનો સોલર પ્લાન્ટ કાર્યરત કર્યો
  • સોલાર પોર્ટફોલિયોનુ સંચાલન 100 ટકા પ્લાન્ટ ઉપલબ્ધીના ધોરણે ચાલુ રાખ્યુ
  • ચોખ્ખી નિકાસ વધીને 1,382 મિલિયન થઈ, વાર્ષિક ધોરણે 25 ટકાનો વધારો હાંસલ થયો
  • કુલ આવક વાર્ષિક ધોરણે 30 ટકા વધીને રૂ. 878 કરોડ થઈ
  • વીજ પુરવઠાની આવક વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 609 કરોડ થઈ
  • વીજ પુરવઠામાંની વ્યાજ પુરવઠા અને ઘસારા પૂર્વેની કમાણી વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રૂ. 555 કરોડ થઈ
  • રોકડ નફો વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂ. 232 કરોડ થયો

અમદાવાદ તા. 12 સપ્ટેમ્બર, 2020: અદાણી જૂથના હિસ્સારૂપ  અદાણી ગ્રીન લિમિટેડે  તા. 30 જૂન, 2020ના રોજ પૂરા થતાં પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો આજે જાહેર કર્યાં છે.  ત્રમાસિક ગાળાની કામગીરી નીચે મુજબ રહી છે.

સંચાલનલક્ષી કામગીરી

વિગત Q1 FY21 Q1 FY20 તફાવત ટકામાં
કુલ ચોખ્ખી નિકાસ 1,382 1,114 24%
–          સૌર 1,181 1,058 12%
–          પવન 201 56 259%
સૌર CUF (%) 24.8% 25.3% NA
પવન (WIND)CUF (%) 40.1% 35.8% NA
  • ક્ષમતામાં વધારો થતાં તથા CUFપરફોર્મન્સમાં સાતત્ય જળવાતાં કુલ ચોખ્ખી નિકાસ વાર્ષિક ધોરણે 24 ટકા વધીને 425MW થઈ
  • મજબૂત પ્લાન્ટ ઉપલબ્ધી, ગ્રીડની પ્રાપ્યતા અને સોલાર ઈરીડીએશન શનના ટેકાના કારણે  સોલર સીયુએફ 24.8 ટકાના દરે સ્થિર રહ્યો છે
  • બહેતર પ્લાન્ટ ઉપલબ્ધી અને ગ્રીડની ઉંચી ઉપલબ્ધીને કારણે વીન્ડ CUF8 ટકાથી સુધરીને 40.1 ટકા થયો છે

નાણાંકીય કામગીરી (રૂ. કરોડમાં)

વિગત Q1 FY21 Q1 FY20 % Change
કુલ આવક 878 675 30%
વીજ પુરવઠાની આવક 609 551 10%
વીજ પુરવઠામાં વ્યાજ, ઘસારા અને વેરા પૂર્વેની કમાણી 555 495 12%
ઉર્જાના વેચાણમાંવ્યાજ, ઘસારા અને વેરા પૂર્વેની કમાણી (%)માં 91% 90%
રોકડ નફો 232 213 9%
  • ક્ષમતામાં ઉમેરા, સ્થિર સોલાર CUF અને સુધરેલા વીન્ડ CUFને કારણે વીજ પુરવઠામાંથી આવક અને વ્યાજ, ઘસારા અને વેરા પૂર્વેની કમાણી વાર્ષિક ધોરણે અનુક્રમે 10 ટકા અને 12 ટકા વધી
  • આવક અને વ્યાજ, કરવેરા તથા વેરા પૂર્વેની મજબૂત આવકને કારણે રોકડ નફામાં વાર્ષિક ધોરણે 9 ટકાનો વધારો થયો

અહેવાલના ત્રિમાસીક ગાળા દરમ્યાનની અન્ય વિશેષતાઓ

  • અત્યાર સુધીના સૌથી મોટો કુલ 9 GW નો સોલાર ડેવલપમેન્ટ બીડ હાંસલ થઈ
  • આ પ્રોજેકટમાં 6 અબજ ડોલરનુ મૂડીરોકાણ થશે અને તે પ્રધાન મંત્રી મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનનો પ્રારંભ કર્યો તે પછીનો સૌથી મોટો સીંગલ પ્રોજેકટ બની રહેશે
  • આ મોડી રોકાણથી 4,00,000 લોકોને સીધી અને આડકતરી રોજગારી પ્રાપ્ત થશે
  • અદાણી ગ્રીન લિમિટેડના સંચાલન, નિર્માણ અને કરાર હેઠલની ક્ષમતા હવે 14 GW થઈ છે અને તે વર્ષ 2025 સુધીમાં 14 GWની ક્ષમતા હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે
  • અદાણી ગ્રીન લિમિટેડો ફ્રાન્સની ટોચની કંપની TOTAL SA સાથે 2148 MWના વપરાશ માટે કરાર કર્યા છે અને તે રૂ. 3,707 કરોડ મેળવે છે
  • અદાણી ગ્રીન અને TOTAL બંને સંયુક્ત સાહસમાં 50 ટકા હિસ્સો ધરાવે છે
  • આ બાબત ભારતના સાતત્યપૂર્ણ વિકાસ ધ્યેયમાં બંને કંપનીઓની નિષ્ઠા દર્શાવે છે
  • આ કરાર અદાણી ગ્રીન અને TOTAL બંને ભાગીદારો વચ્ચેના સંબંધોની મજબૂતી અને તાકાત દર્શાવે છે તથા બંને ભાગીદારો વચ્ચે સંયુક્ત કલાયમેટ કમીટમેન્ટ દર્શાવે છે
  • TOTAL SA એ સુસંકલિત ફ્રેન્ચ બહૂરાષ્ટ્રીય કંપની છે અને તે 130થી વધુ દેશમાં સંચાલન કામગીરી ધરાવે છે.તે ઓઈલ, નેચરલ ગેસ,  અને તે દુનિયાભરમાં  લૉ કાર્બન વીજળીનો પુરવઠો પૂરો પાડે છે
  • રવારા, રાજસ્થાન ખાતે 50 MW નો સોલર પ્લાન્ટ કાર્યરત થયો
  • SECI તરફથી યુનિટ દીઠ રૂ. 2.54ના ભાવે એનાયત થયેલા રવારા, રાજસ્થાન ખાતે 50 MWનો કીલ્લજ સોલર પ્લાન્ટ કાર્યરત થયો
  • કોવિડ-19 મહામારીના કારણે સહેજ પણ અવરોધ નડયો નથી
  • કોવિડ-19 મહામારી દરમ્યાન ઉર્જા ઉપાડવાની કામગીરી સામાન્ય રીતે ચાલુ રહીહતી, ભારતમાં રિન્યુએબલ પ્લાન્ટસને ‘મસ્ટ રન’ દરજ્જો અપાયો હોવાને કારણે અને વીજળીને આવશ્યક સેવા જાહેર કરાઈ હોવાને કારણે કામગીરીને કોઈ અવરોધ નડયો નથી
  • નવી અને રિન્યુએબલ એનર્જી મંત્રાલયે તા. 25 માર્ચ 2020થી શરૂ કરીને પાંચ માસ માટે ડેડલાઈન લંબાવી આપી હોવાથી નિર્માણની કામગીરી તબક્કાવાર આગળ વધી રહી છે. આ કારણે નિર્માણની કામગીરીને નહીવત અસર થશે

કંપનીનાં ત્રિમાસિક પરિણામો અંગે પ્રતિભાવ આપતાં અદાણી ગ્રીન એનર્જીના ચેરમેનશ્રી ગૌતમ અદાણી જણાવે છે કે  “સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજીની  દેશ-વિદેશમાં વધતી જતી માંગને કારણે દેશમાં ગ્રીન એનર્જીનાં કામ કાજ વધ્યાં છે અને અમે આ પરિવર્તન માટે સજજ છીએ.  આજે પર્યાવરણ અને અર્થતંત્ર એક બીજા સાથે હાથ મિલાવીને ચાલે છે અને સંસ્થાના ધ્યેયોને રાષ્ટ્રના ધ્યેય સાથે એકરૂપ કરવામાં આવ્યા છે.  આ મજલ માટે અમે જે સુનિશ્ચિત કદમ ઉઠાવ્યાં છે તે દરેક વળાંકે ઈએસજી ધ્યેય હાંસલ કરવા માટેની ગણત્રી મુજબનાં છે.  અહેવાલના 6માસિક ગાળામાં અમે વિશ્વની સૌથી મોટી સોલાર બીડ હાંસલ કરીને ગ્લોબલ રિન્યુએબલ ક્ષેત્રે અમારૂ સ્થાન મજબૂત બનાવ્યુ છે અને અમે મર્કેમ કેપિટલે અમને વિશ્વના સૌથી મોટા સોલાર પારવર ડેવલપર તરીકેનુ રેંકીંગ આપ્યુ છે.”

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એમડી ને સીઈઓ શ્રી વિનીત જૈન જણાવે છે કે “કંપનીનાં પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ  વચ્ચે પણ મજબૂતી દર્શાવે છે. અમારા તમામ પ્લાન્ટમાં અમે સંચાલન કામગીરી સામાન્ય રાખી શક્યા છીએ. અને અમારો સ્ટાફ કટોકટીભરી સ્થિતિમાં પણ સતત નિષ્ઠાથી કામ કરતો રહ્યો તેના કારણે અમે આવશ્યક સેવા તરીકે  વીજળીનો પુરવઠો જાળવવાની કામગીરી બજાવી શક્યા છીએ. અમારી તમામ સાઈટ ઉપર નિર્માણની કામગીરી ચાલુ રાખી શકાઈ હતી અને એમાં વૃધ્ધિ કરી શકાઈ હતી.  અમે અમારી નિર્માણ પ્રવૃત્તિ અમારા તમામ કર્મચારીઓની સલામતિની સાવચેતી  રાખીને ચાલુ રાખવા માટે આશાવાદી છીએ. ”

અમે કેપિટલ મેનેજમેન્ટની શિસ્તબધ્ધ વિચારધારાને અનુસરીએ છીએ અને અમારી પાસે સ્થાનિક બેંકો અને નાણાં સંસ્થાઓના વિવિધીકરણ ધરાવતા નાણાંકીય સ્ત્રોતો છે. આ કારણે અમે અમારી લક્ષિત વિસ્તરણની કામગીરી કોઈપણ અવરોધ વગર પૂરી કરી શકીએ છીએ.

અત્યાર સુધીના સૌથી મોટો કુલ 9 GW નો સોલાર ડેવલપમેન્ટ બીડ હાંસલ કરીને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશ્વની સૌથી મોટી સોલાર કંપની બનવાની દિશામાં આગળ ધપી રહી છે અને તેની સાથે સાથે કંપની વર્ષ 2025 સુધીમાં 25 GWરિન્યુએબલ એનર્જીની ક્ષમતાકાર્યરત  કરવાની દિશામાં આગળ વધવા કટીબધ્ધ  છીએ.

અમે ઝડપી ગતિથી અમારી મજલ આગળ ધપાવવા માટે આશાવાદી છીએ અને ભારતના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલમાં યોગદાન આપવા કટીબધ્ધ છીએ.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અંગે:

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL; NSE: ADANIGREEN; BSE: 541450), એ વિવિધીકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો છે અને હાલમાં તેની કામગીરીમાં  14GW ક્ષમતાનાસંચાલન, બાંધકામ અને એનાયત થયેલા વીન્ડ અને સોલર પાર્કસનો સમાવેશ થાય છે.  અને તે યુટીલીટી સ્કેલના  ગ્રીડ કનેકટેડ સોલર અને વીન્ડ ફાર્મ પ્રોજેકટસન માલીકી, સંચાલન  અને માવજતની કામગીરી કરે છે આ કારણે તે વિશ્વની સૌથી મોટી સોલાર એનર્જી કંપની બની છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ગ્રાહકોમાં નેશનલ થર્મલ પાવર કોર્પેરેશન(એનટીપીસી) અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (એસઈસીઆઈ) નો વિવિધ રાજ્યોની વીજવિતરણ કંપનીઓ નો  સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code