– બીસીસીઆઇએ એજીએમને લઈને લીધો નિર્ણય
-કોરોના ને કારણે એજીએમને કરાઈ સ્થગિત
-30 સપ્ટેમ્બરથી વધારી ડિસેમ્બર 2020 કરાઈ
બીસીસીઆઈએ ૩૦ સપ્ટેમ્બરના રોજ યોજાનારી તેની વાર્ષિક સામાન્ય સભાને કોરોના વાયરસ મહામારીને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે કારણ કે તે ઓનલાઇન આયોજિત થઈ શકશે નહીં.
બીસીસીઆઈના સચિવ જય શાહે રાજ્યના એકમોને આ અંગે માહિતી આપી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ તમિળનાડુ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ 1975 હેઠળ નોંધાયેલું છે અને દર વર્ષે 30 સપ્ટેમ્બર પહેલાં એજીએમ કરવી પડે છે.
શાહે પત્રમાં જણાવ્યું છે કે, “કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને તમિળનાડુ સરકારના નોંધણી વિભાગે તમિલનાડુ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ 1975 હેઠળ નોંધાયેલ મંડળીઓ માટે એજીએમ કરાવવાની તારીખ 30 સપ્ટેમ્બર 2020 થી વધારી ડિસેમ્બર 2020 કરી દીધી છે.
આ મામલે કાનૂની અભિપ્રાય લીધા બાદ બીસીસીઆઈએ એજીએમ થોડા સમય બાદ બોલાવવાનો નિર્ણય કર્યો છે.
(દેવાંશી)