1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી
  4. વોટ્સએપ પર આવી રહ્યું છે આ શાનદાર ફીચર
વોટ્સએપ પર આવી રહ્યું છે આ શાનદાર ફીચર

વોટ્સએપ પર આવી રહ્યું છે આ શાનદાર ફીચર

0
Social Share
  • એક મોબાઇલ ડિવાઇસ પર બે વોટ્સએપ એકાઉન્ટ
  • વોટ્સએપ હવે તેને બીટા એપ માટે જારી કરશે
  • ડેસ્કટોપ વર્ઝન માટે નવું યુઆઈ

મુંબઈ: વોટ્સએપ ટૂંક સમયમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટનું ફીચર ઉપલબ્ધ કરવા જઈ રહી છે. WABetaInfoના એક અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક સમયથી તેનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને તે તેના છેલ્લા તબક્કામાં છે. આ ફીચર યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રિપોર્ટ મુજબ, ટૂંક સમયમાં લોકો એક સાથે ચાર ડિવાઇસ પર એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. અત્યારે એક સમયે ફક્ત એક જ ડિવાઇસમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે સ્માર્ટફોનમાં એપ્લિકેશન ચાલતી હોય ત્યારે જ વોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન વાપરી શકાય છે.

મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ સિવાય, વોટ્સએપ આ મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર માટે તેના ડેસ્કટોપ વર્ઝન માટે નવું યુઆઈ રોલઆઉટ કરવા માટે પણ તૈયાર છે. એપ પર આ ફીચર એપ લિન્ક્ડ ડિવાઈસ હેઠળ ઉપલબ્ધ હશે.

આ નવું યુઆઈ યુઝર્સને તેમના વોટ્સએપ એકાઉન્ટને નવા ડિવાઇસ સાથે લિંક કરવાની મંજૂરી આપશે. તેમને લીંક થયેલ ડિવાઈસીસની એક સૂચિ બતાવવામાં આવશે. આ એપ પરના વોટ્સએપ વેબડેસ્કટોપ ઇંટરફેસ જેવું જ હશે. ત્યાં એક ‘મલ્ટિ-ડિવાઇસ બીટા વિકલ્પ પણ છે જે તમે ફીચરને અજમાવવા માટે ચાલુ / બંધ કરી શકો છો.

આ ફીચર ઉપરાંત વોટ્સએપ નવું ફીચર પણ લઈને આવી રહ્યું છે.આ હેઠળ હવે વોટ્સએપ ડેસ્કટોપ યુઝ કરવા માટે પણ ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની જરૂર પડી શકે છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code