સાહીત્ય ક્ષેત્રમાં અમેરીકાની લુઈસ ગ્લુકને ‘નોબેલ પ્રાઈઝ’ એનાયત
- સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝની જાહેરાત
- અમેરીકાની કવિત્રી લુઈસ ગ્લુકને નોબેલ પ્રાઈઝ એનાયત
- બેમિસાલ કાવ્યાત્મક અવાજ માટે આ સમ્માનથી નવાઝવામાં
વર્ષ 202દના નોબેલ પ્રાઈઝની જાહેરાત થઈ ચૂકી છે, જુદા જુદા ક્ષેત્રમાં આ નોબેલ પ્રાઈઝ આપવામાં આવે છે ત્યારે હવે સાહિત્ય ક્ષેત્રમાં આ પુરસ્કાર અમેરીકાની કવિયેત્રી લુઈસ ગ્લૂકને આપવામાં આવ્યો છે.
સ્વીડિસ એકેડમીએ પુરસ્કારની જાહેરાત કરતા કહ્યું કે, લુઈસને તેમની બેમિસાલ કાવ્યાત્મક અવાજ માટે આ સમ્માનથી નવાઝવામાં આવ્યા છે, જે ખુબજ સારી રીતે વ્યક્તિગત અસ્તિત્વને સાર્વભૌમિક બનાવે છે.
BREAKING NEWS:
The 2020 Nobel Prize in Literature is awarded to the American poet Louise Glück “for her unmistakable poetic voice that with austere beauty makes individual existence universal.”#NobelPrize pic.twitter.com/Wbgz5Gkv8C— The Nobel Prize (@NobelPrize) October 8, 2020
કવિતા લખનારા લુઇસ યેલ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર છે. તેનો જન્મ 1943 માં ન્યૂયોર્કમાં થયો હતો. વર્ષ 2019 માં, સાહિત્યનું નોબેલ પારિતોષિક આસ્ટ્રિયાઈ મૂળના લેખક પીટર હેન્ડકાને આપવામાં આવ્યું હતું. નવીન લેખન અને ભાષાના અદ્યતન પ્રયોગોના ઉપયોગ માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સાહીન-