- SBIની બેંકિંગ સેવાઓ થઇ ઠપ
- બેંકે ટ્વીટ મારફતે આપી જાણકારી
- લોકોને પ્રતિક્ષા કરવા કર્યો અનુરોધ
- સમસ્યાના જલ્દી નિરાકરણની બેંકે આપી ખાતરી
નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓનલાઇન સેવા ખોરવાઇ છે. બેંકની ઓનલાઇન બેન્કિંગ સેવાઓ ઠપ થઇ જતા ગ્રાહકો પરેશાન થઇ ગયા હતા. બેંકે ટ્વિટ મારફતે જાણકારી આપી હતી. બેંકની ATM અને POS મશીન સેવા પણ પ્રભાવિત થઇ છે.
આ અસુવિધા માટે SBI એ ટ્વીટ કરીને ગ્રાહકોને કહ્યું હતું કે અમે અમારા ગ્રાહકોને અનુરોધ કરીએ છીએ કે તે અમારો સાથ આપે અને અમારા સાથે રહે. આ સમસ્યાનું જલ્દી જ નિરાકરણ લાવવામાં આવશે. કેટલાક ગ્રાહકોએ પણ આ ગ્લીચને લઇને માઇક્રો બ્લોગિંગ સાઇટ પર લખ્યું છે. યોનો એપના યૂઝર્સ પણ પોતાના ખાતાની સેવાનો લાભ ઉઠાવવાથી વંચિત છે.
We request our customers to bear with us. Normal service will resume soon.#SBI #StateBankOfIndia #ImportantNotice #YONOSBI #OnlineSBI pic.twitter.com/dDFAgmGLQl
— State Bank of India (@TheOfficialSBI) October 13, 2020
SBI સંપત્તિ, શાખા, ગ્રાહકો અને કર્મચારીઓની દૃષ્ટિએ દેશની સૌથી મોટી કોર્મશિયલ બેંક છે.
નોંધનીય છે કે SBI પાસે ભારતમાં 22,100થી વધારે શાખાઓનું નેટવર્ક છે, જેમાં 58500થી વધારે એટીએમ નેટવર્ક અને 62200થી વધારે કુલ બીસી આઉટલેટ છે. તે ઉપરાંત ઇન્ટરનેટ બેંકિંગ સુવિધાઓ લાભ પ્રાપ્ત કરતા ગ્રાહકોની સંખ્યા 76 લાખ છે.
(સંકેત)