1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ-35-Aને પડકારનારી અરજીઓના વિરોધમાં અપીલ, સુનાવણી ટાળવા માંગ
સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ-35-Aને પડકારનારી અરજીઓના વિરોધમાં અપીલ, સુનાવણી ટાળવા માંગ

સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ-35-Aને પડકારનારી અરજીઓના વિરોધમાં અપીલ, સુનાવણી ટાળવા માંગ

0
Social Share

જમ્મુ-કાશ્મીરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી છે કે અનુચ્છેદ 35-Aને પડકારનારી તમામ અરજીઓની સુનાવણી ટાળવામાં આવે. જમ્મુ-કાશ્મીરના બંધારણના અનુચ્છેદ-35-A હેઠળ તેને ઘણાં વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે. તેના કારણે અનુચ્છેદની વૈદ્યતાને પડકારનારી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેની સુનાવણીને સ્થગિત કરવાની માગણી કરતા જમ્મુ-કાશ્મીર તરફથી અરજી દાખલ કરવામાં આવી છે.

ગત વર્ષ ઓગસ્ટમાં આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તે વખતે સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર સુનાવણીની તારીખને લંબાવી દીધી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અરજીની સુનાવણી આગામી વર્ષે જ થશે. હવે જમ્મુ-કાસ્મીર તરફથી માગણી થઈ રહી છે કે સુનાવણીની તારીખને વધુ લંબાવવામાં આવે.

ગત વર્ષ સુનાવણી ટાળવાનું કારણ રાજ્યની નગરપાલિકાઓ અને નિગમ-પંચાયતની ચૂંટણીઓ હતી. હવે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને લોકસભાની ચૂંટણીઓ પણ નજીક છે. તેવામાં આર્ટિકલ 35-A પર કોઈપણ પગલું રાજ્યના માહોલને ખરાબ કરે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે અનુચ્છેદ 35-A હેઠળ જમ્મુ-કાશ્મીરને બંધારણ દ્વારા ઘણાં વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code