- સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિય બાદ ઇંધણના વપરાશમાં ધીમી ગતિએ વૃદ્વિ
- નવેમ્બર મહિનામાં પેટ્રોલના વપરાશમાં 4.5 ટકાનો વધારો થયો
- જો કે ડીઝલના વપરાશમાં 7.3 ટકાનો ઘટાડો થયો
નવી દિલ્હી: સમગ્ર દેશમાં લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ થતા પરિવહન સેવાઓ ફરીથી ધમધમતી થવાને કારણે ઇંધણના વપરાશમાં હવે ધીમી ગતિએ વૃદ્વિ જોવા મળી રહી છે. કોરોના મહામારી દરમિયાન દેશમાં નવેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં વિરુદ્વ વલણ દેખાયા છે. નવેમ્બરમાં મહિનામાં પેટ્રોલના વપરાશમાં 4.5 ટકાનો વધારો થયો છે જ્યારે ડીઝલના વપરાશમાં 7.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સરાકારી માલિકત્વ હેઠળની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા પૂરા પડાયેલા આંકડાના આધારે આ અંતિમ આંકડો નક્કી કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, નવેમ્બર મહિનામાં દેશમાં પેટ્રોલની વપરાશ 1939 ટીએમટી રહી છે. તો ડીઝલનો વપરાશ 5106 ટીએમટી નોંધાયો છે. જ્યારે વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ અનુક્રમે 1855 ટીએમટી અને 5505 ટીએમટી રહી હતી.
પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ સાથે ઉપલબ્ધ ડેટાના આધારે, જે 2019ના સમાન સમયગાળાની તુલનામાં ઓક્ટોબર મહિનામાં પેટ્રોલની વપરાશમાં 4.5. ટકા અને ડીઝલની વપરાશમાં 7.4 ટકાનો વધારો નોંધાયો હતો.
હાલ દેશમાં ઇંધણના ભાવ સતત 10 દિવસથી વધી રહ્યા છે. શનિવારે દિલ્હી ખાતે પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ ફરી 82 રૂપિયાને વટાવી ગયો છે. તેવી જ રીતે ડીઝલનો ભાવ પણ વધીને 72 રૂપિયા પ્રતિ લિટરની ઉપર જતો રહ્યો છે.
સરકારી ઓઇલ કંપનીના IOC અધિકારીએ કહ્યુ કે, સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલનો ભાવ 97 પૈસા અને ડીઝલનો ભાવ 2.93 રૂપિયા વધ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં ઇંધણના ભાવમાં કોઇ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો ન હતો.
(સંકેેત)