અયોધ્યામાં બનશે પરંપરાગત બે મિનાર વાળી લંબગોળાકાર મસ્જિદ – 2 હજાર લોકો એક સાથે નમાઝ પઢી શકશે
- અયોધ્યામાં બનશે પરંપરાગત બે મિનાર વાળી લંબગોળાકાર મસ્જિદ
- અહીં 2 હજાર લોકો એક સાથે નમાઝ પઢી શકશે
દિલ્હીઃ-અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય તો શરુ થઈ ચૂક્યું છે ત્યારે હવે અયોધ્યામાં બનનારી મસ્જિદ માટેની ડિઝાઈન પણ તૈયાર કરવામાં આવી ચૂકી છે, અયોધ્યાના ધન્નીપુરમાં બનાવવામાં આવનાર મસ્જિદ પરંપરાગત રીતે બે મિનારાની સાથે સાથે લંબગોળાકારની હશે, આ મસ્જિદને આધુનિક સ્વરુપ આપવા માટે કમાન બનાવવામાં આવશે નહીં.
બાબરી મસ્જિદના બરાબર વિસ્તારમાં બાંધવામાં આવનાર આ મસ્જિદમાં એક જ સાથે 2 હજાર લોકો નમાઝ અદા કરી શકશે, ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટે આ મસ્જિદ માટેની ડિઝાઈન બનાવી લીધી છે, જો કે હાલ તે બાબતે કોઈ ખુલાસ થયો નથી.
ઉલ્લએખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રાજ્ય સરકારે મસ્જિદ બનાવવા માટે ધન્નીપુર ગામમાં પાંચ એકર જમીન ફાળવી છે. સપ્ટેમ્બરની 1લી તારીખએ આ ફાઉન્ડેશને આ જમીન પર મસ્જિદ, હોસ્પિટલ, ઇન્ડો-ઇસ્લામિક સંશોધન કેન્દ્ર અને સમુદાય રસોડાની ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી જામિયા મીલીયા ઇસ્લામિયા ખાતેના આર્કિટેક્ચર વિભાગના અધ્યક્ષ પ્રો. એસ.એમ.અખ્તરને સોપી હતી.
સૂત્રોનું બાબતે કહેવું છે કે, આશરે 15 હજાર સ્ક્વેર ફીટની બનનારી મસ્જિદ બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરવામાં આવી ચૂકી છે. આ મસ્જિદ પરંપરાગત નહી પરંતુ આધુનિક દેખાવમાં નિર્માણ પામનાર છે,આ મસ્જિદની ઇમારતનો આકાર ઈંડાકાર છે, જ્યારે છત ગુંબજ અને પારદર્શક હશે. તેના બે મિનાર આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યા છે.
ખાસ આ મસ્જિદમાં પ્રકાશની વ્યવસ્થા સૌર ઉર્જાથી પ્રકાશિત કરવામાં આવશે, આ માટે સોલાર પેનલ્સ લગાવવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને મસ્જિદના સંકુલને વનસ્પતિઓથી સજાવવામાં આવશે, આ સાથે જ પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે
સાહિન-