બ્રિટન બાદ હવે બહરીને ફાઈઝરની કોરોના રસીને ઈમરજન્સી મંજૂરી આપી
- બહરીને ફાઈઝરની કોરોના રસીને આપી ઈમરજન્સી મંજૂરી
- બ્રિટન બાદ બહરીન વિશ્વનો બીજો દેશ બન્યો
- સરકારી સંવાદ એજન્સીએ આ અંગેની કરી હતી ઘોષણા
દિલ્લી: બ્રિટન બાદ હવે બહરીન વિશ્વનો બીજો દેશ બન્યો છે, જેણે દવા નિર્માતા કંપની ફાઈઝર અને તેના જર્મન સહયોગી બાયોનટેક દ્વારા વિકસિત કોવિડ -19 રસીના ઈમરજન્સી ઉપયોગને ઓપચારિક મંજૂરી આપી દીધી છે. બહરીનની સરકારી સંવાદ એજન્સીએ શુક્રવારે રાત્રે આની જાહેરાત કરી હતી.
એજન્સીએ જણાવ્યું હતું કે, “ઉપલબ્ધ આંકડાઓના સંપૂર્ણ વિશ્લેષણ અને સમીક્ષા કર્યા બાદ બહરીનની હેલ્થ રેગ્યુલેટરી એજન્સીએ તેના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.” જો કે, તે જણાવ્યું નથી કે, બહરીને તે રસીના કેટલા ડોઝ ખરીદ્યા. અને રસીકરણ ક્યારે શરૂ થશે.
બહરીનના અધિકારીઓએ એસોસિએટેડ પ્રેસના પ્રશ્નના તાત્કાલિક જવાબ આપ્યા ન હતા. બાદમાં ફાઇઝરે કહ્યું હતું કે, બહરીનને વેકસીન સપ્લાય અને ડોઝની સંખ્યા સહિતનો વેચાણ કરાર ગુપ્ત છે અને તેના વિશે વધુ વિગતો જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે,બહરીને પહેલેથી જ ચીન નિર્મિત રસી ‘સાઈનોફાર્મ’ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે અને અત્યાર સુધીમાં 6,000 લોકોને આ રસીઓ આપવામાં આવી છે.
_Devanshi