બ્રિટનમાં વિશ્વની પ્રથમ કોરોના વેક્સિનનો ડોઝ મૂળ ભારતીયને અપાશે-
- બ્રિટનમાં ભારતીય મૂળ ભારતીયને કોરોવા વેક્સિનનો ડોઝ અપાશે
- આજથી રસીકરણનો આરંભ
- આજના દિવસને વી-ડે અથવા વેક્સિન દિવસ નામ આપવામાં આવ્યું
લંડનઃ-બ્રિટનમાં હવે કોરોનાનો અંત આવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણે કે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં લઈને અંહી આજથી રસીકરણ અભિયાન શરૂ થઈ ચૂક્યુ છે. ઇંગ્લેન્ડના ઉત્તર પૂર્વમાં રહેતા ભારતીય મૂળના 87 વર્ષીય હરિ શુક્લા, કોરોના વેક્સિન લેનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બનશે. મંગળવારે તેમને ન્યૂકેસલની એક હોસ્પિટલમાં ફાઇઝર / બાયોએન્ટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
ટાઈન અને વિયર વિસ્તારમાં રહેતા હરિ શુક્લાએ જણાવ્યું હતું કે, બે ડોઝની વેક્સિનમાંથી પ્રથમ ડોઝ મેળવવો કેમનું કર્તવ્ય છે. બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને રસીકરણ અભિયાનને એક મોટું પગલું ગણાવ્યું, જેને વી-ડે અથવા વેક્સિન દિવસ ગણાવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, મને ખુશી છે કે, આપણે આશા રાખે છે હવે આ મહામારીનો અંત આવશે, વેક્સિનનો ડોઝ મને આપીને આ અભિયાનની શકરુઆત કરવી મારા માટે આનંદની લાગણી છે,મને લાગે છે આ કરવું મારી ફરજ છે,જે પયણ કઈક હું મદદ કરી શકીશ તે હું કરીશ.
તેમણે કહ્યું કે, બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવાએ વેક્સિન બાબતે મારો સંપર્ક કર્યો. હું જાણું છું કે તે બધા કેટલી મહેનત કરે છે અને હું તેમના માટે સમ્માન રાખું છું, કારણ કે તેમના પાસે સોનાનું હૃદય છે. તેમણે કહ્યું, મહામારી દરમિયાન એનએચએસએ અમને સુરક્ષિત રાખવા માટે જે કંઈ પણ કર્યું તે માટે હું તેમનો આભારી છું.
સાહિનઃ-