‘ઈન્વેસ્ટ ઈન્ડિયા’ને સંયુક્ત રાષ્ટ્રનો ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ એનાયત – પીએમ મોદીએ શુભકામના પાઠવી
- ‘ઈન્વેસ્ટ ઈન્ડિયા’ને મળ્યો યૂએનનો ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ મળ્યો
- ઈન્વેસ્ટ ઈન્ડિયાને પીએમ મોદીએ શુભકામના પાઠવી
દિલ્હીઃ- વ્યાપાર અને વિકાસ પર સંયૂક્ત રાષ્ટ્ર સમ્મેલનએ ઈન્વેસ્ટ ઈન્ડિયાને સંયુક્ત રાષ્ટ્રના રોકાણ પ્રમોશન એવોર્ડ 2020 માટે વિજેતા ઘોષિત કર્યું છે.આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના રોકાણ પ્રમોશન એવોર્ડ જીતવા બદલ ઈન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આ એવોર્ડ એ વાતનો પુરાવો છે કે અમારી સરકાર ભારતને રોકાણ માટે વિશ્વનું લોકપ્રિય સ્થળ બનાવવા અને વ્યવસાયને વધુ સુલભ બનાવવા (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ) પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
Congratulations to @investindia for winning the 2020 United Nations Investment Promotion Award given by @UNCTAD. This is a testimony to our government’s focus on making India the world’s preferred investment destination & improving ease of doing business.
— Narendra Modi (@narendramodi) December 8, 2020
આ પુરસ્કાર ખાસ કરીને વિશ્વની રોકાણ પ્રમોશન એજન્સીઓને તેમની નોંધપાત્ર સિધ્ધિઓ માટે પ્રદાન કરવામાં આવે છે. મોદીએ કહ્યું કે, સોમવારે એવોર્ડ સમારોહ યુએનસીટીટીના મુખ્ય મથક જિનેવામાં યોજાયો હતો,આ એવોર્ડ વિશ્વની રોકાણ પ્રમોશન એજન્સીઓની નોંધપાત્ર સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે. તે UNCTAD ની 180 રાષ્ટ્રીય રોકાણ પ્રમોશન એજન્સીઓની કામગીરી અને પ્રવૃત્તિઓના આકારણી પર આધારિત હોય છે.
આ સંદર્ભમાં વાણિજ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘યુએનસીટીએડી ઇન્વેસ્ટ ઇન્ડિયામાં અપનાવવામાં આવેલી સારી પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓને રેખાકિંત કરે છે.જેમાં ટ્રેડ રીબેટ ફોરમ, ખાસ રોકાણ મંચ, વેબિનાર્સ શ્રેણી, સોશિયલ મીડિયા પર સંબંધિત પ્રવૃત્તિઓ અને કોરોના મહામારીને હલ કરવાનાં પગલાં પર ભાર મૂકવાનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય રોકાણો પ્રોત્સાહન અને સુવિધા એજન્સી ‘ઇન્વેસ્ટ ઇન્ડિયા’ એ પણ યુએનસીટીએડીની ઉચ્ચ-સ્તરની બેઠકોમાં રોકાણ પ્રોત્સાહન માટેની લાંબા ગાળાની વ્યૂહરચનાઓ અને પ્રવૃત્તિઓ શેર કરી છે.
સાહિન-