યુરોપના બે દેશોની બોર્ડર આવેલી આ હોટલ, કે જે અડધી ફ્રાન્સમાં છે અને અડધી સ્વિટ્ઝરલેન્ડમાં
અમદાવાદ: વિશ્વમાં હાલ કેટલાક દેશો પોતાની તાકાત બતાવવાની અને વધારવાની રેસમાં આંખે પટ્ટી બાંધીને દોડી રહ્યા છે ત્યારે કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં વ્યક્તિને શાંતી અને પ્રેમનો અનુભવ થાય. વાત છે અર્બેજ ફ્રાંકો-સુઈસે હોટલની કે જે ફ્રાંસ અને સ્વિટ્ઝરલેન્ડની સીમા પર લા ક્યોર વિસ્તારમાં આવેલી છે અને આ હોટલમાં બેડ પર પડખુ ફરવાથી દેશની સીમા બદલાઈ જાય છે.
આ હોટલના બે-બે એડ્રેસ પણ છે. આ અર્બેજ હોટલની ખાસવાત એ છે કે ફ્રાંસ અને સ્વિટ્ઝરલેન્ડની સરહદ પરથી આ હોટલ પસાર થાય છે. આ હોટલના અંદર જતા જ લોકો એક દેશથી બીજા દેશમાં પહોંચી જાય છે. જણાવીએ દઈએ કે અર્બેજ હોટલનું વિભાજન બંને દેશોની સરહદને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તમને જાણીને હેરાની થશે કે આ હોટલનો બાર સ્વિટ્ઝરલેન્ડમાં પડે છે તો બાથરૂમ ફ્રાંસમાં છે.
આ હોટલમાં બધા રુમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. રૂમમાં ડબલ બેડ કંઈક એવી રીતે સજાવામાં આવ્યા છે કે તે અડધા ફ્રાંસમાં તો અડધા સ્વિટ્ઝરલેન્ડમાં છે સાથે જ રૂમમાં ઓશિકા પણ બંને દેશના હિસાબે અલગ-અલગ લગાવામાં આવ્યા છે.
આ હોટલ વર્ષ 1862માં અસ્તિત્વમાં આવી હતી. પહેલા અહીં એક કરિયાણાની દુકાન હતી બાદમાં વર્ષ 1921માં જૂલ્સ-જીન અર્બેજ નામના વ્યક્તિએ આ જગ્યાને ખરીદી લીધી અને ત્યાં હોટલ બનાવી દીધી. હવે આ હોટલ ફ્રાંસ અને સ્વિટ્ઝરલેન્ડ બંને દેશોની ઓળખ બની ચુકી છે.
_Vinayak