1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત સર્વોપરીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ભારતીયોને લેવડાયો સંકલ્પ
ભારત સર્વોપરીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ભારતીયોને લેવડાયો સંકલ્પ

ભારત સર્વોપરીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ભારતીયોને લેવડાયો સંકલ્પ

0
Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનની ઈમારતનું ભૂમિપૂજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગ્રે પોતાના પ્રથમવાર સંસદ ભવનના પ્રવેશને યાદ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ભારત ફર્સ્ટનો સંકલ્પ પણ લેવડાયો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સંસદ ભવનની હાલની ઈમારત લગભગ 100 વર્ષની થઈ રહી છે. તત્કાલિન જરૂરિયાતને જોઈ નિયમિત અપગ્રેડ કરવામાં આવી છે. અનેક વાર દિવાલો તોડવી પડી છે. લોકસભામાં બેસવાની જગ્યા વધારવા દિવાલ પણ હટાવવામાં આવી છે. હવે સંસદનું આ ભવન વિશ્રામ માંગી રહ્યું છે. વર્ષોથી નવા સંસદભવનની જરૂરીયાત ઉભી થઈ છે.

હવે 21મી સદીના ભારતને નવું સંસદભવન મળે તેવી જરૂરીયાત ઉભી છે. નવા સંસદભવનમાં અનેક નવી વસ્તુઓ કરવામાં આવી છે. સાંસદોને મળવા તેમના મતવિસ્તારના લોકો આવે છે. હાલના ભવનમાં લોકોને મુશ્કેલી પડે છે. સામાન્ય લોકોને સાંસદને પોતાની સમસ્યા જણાવવી હોય ત્યારે તેમને મુશ્કેલી ઉભી થતી હતી. સાંસદ આગામી દિવસોમાં પોતાના મતદાન વિસ્તારના લોકો સાથે ચર્ચા કરી શકે તેવી વ્યવસ્થા મળશે. સસંદનું નવુ ભવન નવી ઓળખ ઉભી થશે. દેશની જનતા અને પેઢીઓ નવી ઈમારતને જોઈને ગર્વ કરશે કે આ સ્વતંત્ર ભારતમાં બન્યું છે. સંસદ ભવનની શક્તિનો સ્ત્રોત આપણું લોકતંત્ર છે. અશિક્ષા, ગરબી અને અનિભવતાહિનના લઈને અગાઉ ભવિષ્યવાણી કરાઈ હતી કે ભારતમાં લોકતંત્ર અસફળ થશે. જો કે, આજે દેશે આ ભવિષ્યવાણી ખોટી પડી છે. લોકતંત્ર ભારતમાં કેમ સફળ થયું કેમ સફળ છે અને કેમ આંચ નહીં આવે તે વાત આપણી પેઢીએ જાણવી જરૂર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકતંત્રનો ઈતિહાસ આપણા દેશમાં ખૂણેખૂણે નજર આવે છે. હજારો વર્ષો પહેલા રસાયેલા રૂઘવેદમાં સમઘાન અને સમૂહ ચેતના રૂપે જોવામાં આવ્યું છે. અન્ય જગ્યા ઉપર લોકતંત્રની ચર્ચા થાય ત્યારે ચૂંટણી, ચૂંટણીની પ્રક્રિયા, લોક પ્રતિનિધિનો ઉલ્લેખ થાય છે. જો કે, ભારતમાં લોકતંત્ર એક સંસ્કાર છે. ભારત માટે લોકતંત્ર જીવનમુલ્ય છે. જીવન પદ્ધતિ છે. ભારતનું લોકતંત્ર સદીઓથી વિકસીત વ્યવસ્થા છે. જીવનમંત્ર અને જીવનતંત્ર તથા વ્યવસ્થાનું તંત્ર છે. સમય સમય સાથે વ્યવસ્થાઓ બદલાતી રહી, પ્રક્રિયાઓ બદલાતી રહી પરંતુ આત્મા લોકતંત્ર જ રહી. દુનિયા કહેશે કે ઈન્ડિયા ઈઝ મધર ઓફ ડેમોક્રેસી, દુનિયાના અનેક દેશોમાં લોકતંત્રની લઈને અલગ સ્થિતિ બની છે. અનેક લોકતંત્રમાં વોટરટન ઘટી રહ્યું છે. જ્યારે ભારતમાં વોટરટન આઉટ વધી રહ્યો છે. તેમાં મહિલાઓ અને યુવાનોની ભાગીદારી વધી રહી છે. આમા આસ્થાનું કારણ છે લોકતંત્ર હંમેશા ગર્વનસની સાથે મતભેદ દૂર કરવાનું માધ્યમ રહ્યું છે. અમે જનતાની સેવા માટે છીએ તેમાં મતભેદ ન હોવો જોઈએ. રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્રહિત માટે સમર્પણ સતત ઝળકવું જોઈએ. નવા સંસદ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે સંસદમાં પહોંચેલો પ્રતિનિધિ જવાબદાઈ છે. આપણા માટે રાષ્ટ્રહિત હંમેશા અગ્રીમ હોવું જોઈએ. નવુ સંસદભવન બનીને તૈયાર થઈ જશે પરંતુ ત્યાં સુધી એક ઈમારત જ રહેશે જ્યાં સુધી તેમાં પ્રાણપ્રતિષ્ઠા નહીં થાય. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરશે જનપ્રતિનિધિ. તેમના સેવાભાવ, વ્યવહાર આ લોકતંત્ર મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરશે.

રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યનો વિકાસ, રાષ્ટ્રની મુજબુતી માટે રાજ્યની મજબુતીનો આપણે પ્રણ લેવાનો છે. જે જન પ્રતિનિધિ આવશે તેમના શપથ લેતાની સાથે જ પ્રાણપ્રતિષ્ઠામાં શરૂ થશે. સંસદની નવી ઈમારત તપોસ્થળ બનશે જે દેશની જનતાની ખુશીની કામગીરી કરશે. 21મી સદી ભારતની બની રહે તેવી ચર્ચા થાય છે. 21મી સદી ભારતની ત્યારે જ બનશે જ્યારે તમામ નાગરિકો પોતાનું યોગદાન આપશે. ભૂતકાળના અનુભવોએ ઘણું શિખવાડ્યું છે. હવે સમય નથી ગુમાવવાનો પણ સમય છે સાધવાનો. વર્ષ 1897માં સ્વામી વિવેકાનંદજીએ દેશની જનતા સામે કહ્યું હતું કે, આવતા 50 વર્ષ સુધીમાં ભારત માતાની આરાધના સર્વોપરી હોય. 50 વર્ષ બાદ ભારતને આઝાદી મળી હતી. હવે દરેક નાગરિકે સંકલ્પનો શિલાન્યાસ કરવાનો છે કે, ઈન્ડિયા ફસ્ટ, ભારત સર્વોપરી. આપણે ભારતની ઉન્નતી અને વિકાસને આરાધના બનાવી. આપણો દરેક નિર્ણય દેશની તાકાત બને. દેશનું હિત સર્વોપરી હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદજીએ 50 વર્ષની વાત કરી હતી પરંતુ 2047માં સ્વતંત્રાના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે દેશ કેવો હોય તે માટે આજે સંકલ્પ લઈને કામ શરૂ કરવાનું છે. દેશ સર્વોપરીને લઈને કામ કરીશું છે તો દેશનું ભાવી મજબુત બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code